રાજકોટ-અમદાવાદ હાઈવે પર 4 નવા ટોલનાકા બનશે, કાર ચાલકોને ખર્ચ વધશે!
- બામણબોર અને બગોદરા પર આવેલા ટોલનાકાની જગ્યાએ હવે ચાર ટોલનાકા બનાવાશે
- 1 એપ્રિલ, 2025થી ચારેય ટોલનાકા પર ટેક્સ વસૂલવામાં આવશે
- અમદાવાદ-રાજકોટ હાઈવેને 3350 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે સિક્સલેન બનાવાયો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા બંને ટોલનાકા નીકાળી દેવામાં આવશે અને આશરે 201 કિલોમીટરના હાઈવે પર નવી જગ્યાએ ચાર નવા ટાલનાકા બનાવવામાં આવશે. સમગ્ર મામલે નાણાપંચને રોડ અને મકાન ખાતા દ્વારા દરખાસ્ત મોકલવામાં આવી છે.
બામણબોર અને બગોદરા પર આવેલા ટોલનાકાની જગ્યાએ હવે ચાર ટોલનાકા બનાવાશે
અમદાવાદ-રાજકોટ હાઈવેને 3350 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે સિક્સલેન બનાવાયો હતો. જેમાં બામણબોર અને બગોદરા પર આવેલા ટોલનાકાની જગ્યાએ હવે ચાર ટોલનાકા બનાવાશે. જેમાંથી ત્રણનું તો બેઝિક સ્ટ્રક્ચર ઊભું કરી દેવાયું છે, ત્યારે 1 એપ્રિલ, 2025થી ચારેય ટોલનાકા પર ટેક્સ વસૂલવામાં આવશે. આ સાથે કારને ફ્રી મુસાફરી બંધ થવાની શક્યતા છે.
નવા ટોલનાકાને લઈને વિચારણ કર્યા બાદ નાણાપંચ દ્વારા કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવશે
પહેલું ટોલનાકુ બાવળાથી 12 કિલોમીટર દૂર ભાયલા ગામ પાસે, બીજું બગોદરા-લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે, ત્રીજું સાયલી-ચોટીલા વચ્ચે ઢેઢુંકી ગામ પાસે, ચોથું ટોલનાકુ રાજકોટથી આઠ કિલોમીટર પહેલા માલિયાસણ ગામ પાસે બનાવામાં આવ્યું. રાજ્યના રોડ અને મકાન ખાતા દ્વારા નાણાપંચને દરખાસ્ત મોકલવામાં આવી છે, ત્યારે નવા ટોલનાકાને લઈને વિચારણ કર્યા બાદ નાણાપંચ દ્વારા કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવશે.