4 મહિનાની કૈવલ્યાને નોબેલ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન, ટેલેન્ટ જોઈને સૌકોઈ આશ્ચર્યમાં
વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ), 20 ફેબ્રુઆરી: આંધ્રપ્રદેશના નંદીગામ શહેરની એક નાનકડી બાળકીએ તેની ખાસ સિદ્ધિથી નોબેલ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ બાળકીની અનોખી ક્ષમતાએ માત્ર 4 મહિનાની ઉંમરે તેને દુનિયાભરમાં એક અલગ ઓળખ અપાવી છે. બાળકીની અનોખી પ્રતિભાને તેની માતાએ પહેલા ઓળખી. ત્યારબાદ તેનો વીડિયો રેકોર્ડ કરીને નૉબેલ વર્લ્ડ રેકોર્ડમાં મોકલી દીધો. ખરેખર તો રમેશ અને હેમાની 4 મહિનાની દીકરી કૈવલ્યા એ 120 વિવિધ વસ્તુઓને આસાનીથી ઓળખી શકે છે. જેમાં પ્રાણીઓ, પક્ષીઓ અને શાકભાજીને ઓળખી કાઢે છે. આટલી નાની ઉંમરે આટલું બધું ઓળખવું એ કોઈ નોર્મલ કેપેબલિટિ નથી.
View this post on Instagram
માતાએ ઓળખી કાઢી બાળકીની ખાસ પ્રતિભા
કૈવલ્યાની આ વિશેષ પ્રતિભાને સૌ પ્રથમ તેની માતા હેમાએ ઓળખી. આ પછી તેણે પરિવારમાં આ વાત જણાવી. આ જોઈને પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા, તો પરિવારે વિચાર્યું કે કેમ ન બાળકીની આ અનોખી કુશળતા આખી દુનિયા સાથે શેર કરીએ. આ પછી પરિવારે કૈવલ્યાની કૌશલ્યતાનો વીડિયો રેકોર્ડ કર્યો અને બાદમાં તેને નોબેલ વર્લ્ડ રેકોર્ડમાં મોકલ્યો. નાનકડી બાળકીની આ ખાસ પ્રતિભા જોઈ દેશ જ નહીં દુનિયા પણ હેરાન છે.
કૈવલ્યાની પ્રતિભા જોઈને વર્લ્ડ રેકોર્ડના લોકો પણ ચોંકી ઉઠ્યા
પરિવારના જણાવ્યા અનુસાર, નૉબેલ વર્લ્ડ રેકોર્ડના લોકો પણ બીજાની જેમ કૈવલ્યાની આ ખાસ પ્રતિભા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે આ 4 મહિનાની બાળકીનો વીડિયો ધ્યાનથી જોયો અને તેની પ્રતિભાની કસોટી કરી. પછી એવું નક્કી કરવામાં આવ્યું કે કૈવલ્ય એક ખાસ સર્ટિફિકેટ માટે હકદાર છે, ત્યારબાદ તેને સત્તાવાર રીતે વર્લ્ડ રેકોર્ડ અપાયો. માતા-પિતાએ બાળકીને મળેલા સહકાર બદલ સૌનો આભાર માન્યો છે. અને આશા જતાવી છે કે, અન્ય માતા-પિતા પણ આનાથી પ્રભાવિત થઈને તેમના સંતાનોની અંદર રહેલી કૌશલ્યતને ઓળખી વિશ્વ સામે ઉજાગર કરે.
આ પણ વાંચો: દુનિયાની સૌથી મોટી કાચની ઈમારત! ગિનીશ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન