ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તર પ્રદેશમાં અડધી રાતે પોલીસે એન્કાઉન્ટર કર્યું, 1 લાખના ઈનામી સહિત 4 બદમાશ ઠાર

Text To Speech

લખનઉ 21 જાન્યુઆરી 2025: ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં મોડી રાતે એન્કાઉંટર થયું છે. યૂપી એસટીએફની મેરઠ ટીમે શામલીના ઝિંઝાના વિસ્તારમાં સોમવારે રાતે લગભગ 2.30 કલાકની આસપાસ મુસ્તફા કગ્ગા ગેંગના બદમાશોની ઘેરાબંદી કરી. આ દરમ્યાન આમને સામને ફાયરિંગમાં એક લાખની ઈનામી સહિત ચાર બદમાશો એન્કાઉન્ટરમાં ઠાર થઈ ગયા. જ્યારે એસટીએફના ઈંસ્પેક્ટર સુનીલ કુમારને કેટલીય ગોળીઓ વાગી. સુનીલ કુમાર હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. બદમાશો પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત થયા છે.

એસટીએફ મેરઠની ટીમે શામલીના ઝિંઝાના વિસ્તારમાં મુસ્તફા કગ્ગા ગેંગના સભ્ય અરશદ નિવાસી ગંગોહ જિલ્લા સહારનપુર તથા તેના ત્રણ સાથીઓ મંજીત, સતીશ અને અન્ય એકને ઘેરી લીધો. આ તમામ બદમાશો કારમાં બેઠા હતા. આ દરમ્યાન અરશદ તથા તેના સાથીઓએ ફાયરિંગ શરુ કરી દીધું. એસટીએફની ટીમે પણ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કર્યું. એએસપી બ્રિજેશ કુમારે જણાવ્યું કે, ગોળીબારમાં ચાર બદમાશોને ગોળી વાગી છે. જ્યારે એસટીએફના ઈંસ્પેક્ટર સુનીલ કુમાર પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. તમામને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જ્યારે ચારેય બદમાશોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.

મરનારા બદમાશોની ઓળખાણ એક લાખના ઈનામી અરશદ અને તેના 3 સાથી મંજીત, સતીશ અને અન્ય અજાણ્યા શખ્સ તરીકે થઈ છે. અરશદ વિરુદ્ધ લૂટ, ધાડ તથા હત્યાના એક ડઝનથી પણ વધારે કેસ નોંધાયેલા છે. ઈંસ્પેક્ટર સુનીલને કરનાલના અમૃત ધારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટર્સે તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં રેફર કરી દીધા છે.

આ પણ વાંચો: વારાણસી કયા મહિનામાં ટ્રાવેલ કરવું બેસ્ટ? કેવી રીતે પહોંચી શકશો?

Back to top button