અમદાવાદગુજરાત

ડોક્ટરને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી 4 લાખ પડાવ્યા; પોલીસે આરોપીને દબોચ્યો

Text To Speech

અમદાવાદ, 05 સપ્ટેમ્બર 2024, જિલ્લાના વિરમગામ તાલુકાનાં પ્રતિષ્ઠિત ડોક્ટર પાસેથી કોઈ અંગત કારણો બદનામ કરી ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 4 લાખ રૂપિયા ખંડણીની માંગણી કરનાર ઈસમની વિરમગામ ટાઉન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બદનામ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી
4 લાખની ખંડણી પડાવી વિરમગામ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ.દવે એચડી ન્યુઝની ટીમ સાથે ટેલીફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે વિરમગામના પ્રતિષ્ઠીત ડો.પ્રકાશભાઇ શ્રીગોપાલ સારડાને કોઈ અંગત કારણોસર વિજય રાણાભાઇ સભાડ નામનો ઇસમ ખોટી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી હતી.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
જે અંગેની જાણ પોલીસને કરાતા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બાતમીદારો પાસેથી માહિતી મેળવી છટકું ગોઠવી પોલીસવાળા પંચોને સાથે રાખી ખંડણીખોર ઇસમને ખંડણીમાં પડાવેલા 4 લાખ રૂપિયા સાથે વિરમગામ માંડલ રોડ ભોજવા બ્રીજ પાસે આવેલ ચામુડા માતાના મંદરી પાસેથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃમોરબી બ્રિજ દુર્ઘટનાઃ હાઈકોર્ટે કહ્યું, વાલી ગુમાવનારી દીકરીઓની જવાબદારી ઓરેવા કંપનીની

Back to top button