ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત STના 40 હજાર કર્મચારીઓના DAમાં 4 ટકાનો વધારો : ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે

Text To Speech

ગાંધીનગર, 28 જાન્યુઆરી : ગુજરાત STમાં ફરજ બજાવતા 40,000 કરતા વધુ કર્મચારીઓના DAમાં 4 ટકાનો વધારો કરવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જોકે તેમને પોતાની જાહેરાતમાં રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરશે તેવું જાહેર કર્યું છે.

મહત્વનું છે કે, કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં 4 %નો વધારો કરવાનો હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. એસટી નિગમના કર્મચારીઓને હવે 50 % મોંઘવારી ભથ્થુ મળશે. આ અંગે સરકાર ટૂંક સમયમાં સત્તાવાર આદેશ જાહેર કરશે. મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે એરિયર્સની ચૂકવણી પણ કરાશે.

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી

આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે, ST નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી હવેથી 50 % મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવા હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે. સાથો સાથ વધારો થયેલ આ મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચુકવણી કરવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણય થકી કુલ રૂ. 125 કરોડથી વધુનો લાભ એસ.ટી નિગમના કર્મચારીઓને મળવા પામશે. આગામી ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.

Back to top button