ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તરાખંડ હિમસ્ખલન: 4 ગુજરાતીઓ ફસાયા, બચાવ માટે CMને લખ્યો પત્ર

Text To Speech

ઉત્તરાખંડમાં દ્રૌપદીના ડાંડાં-2 પર્વત શિખર પર હિમપ્રપાતને કારણે નેહરુ પર્વતારોહણ સંસ્થાના બે ડઝનથી વધુ તાલીમાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી હતી. આ હિમસ્ખલનમાં 50 તાલીમાર્થીઓને અકસ્માત નડ્યો છે.

1. ​ભરતસિંહ પરમાર ​​રાજકોટ ​શિક્ષક અને પર્વતારોહી

2. ​કલ્પેશ બારૈયા ​ભાવનગર ​પર્વતારોહી

3. ​અર્જુનસિંહ ગોહિલ ​​ભાવનગર ​પર્વતારોહી

4. ​ચેતના રાખોલિયા ​​સુરત ​પોલીસ

નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગની ટીમ સાથે જિલ્લા વહીવટીતંત્ર, NDRF, SDRF, સેના અને ITBPના જવાન બચાવ અભિયાનમાં લાગી ગયા છે.

Uttarakhand Avalanche
Uttarakhand Avalanche

દ્રૌપદીકા દંડા–2 શિખર ઉપર આરોહણ કરવા માટે ગયેલા 50 તાલીમાર્થીઓને અકસ્માત નડ્યો છે. તેમાંથી ૩૦ જણા બરફની તિરાડ એટલે કે કેવાસમાં ધસી ગયા હતા અને 8ને બહાર કાઢવામાં આવ્યા છે. આ એડવાન્સ કોર્સ 28 દિવસનો હોય છે. તેમાં ગુજરાતના 4 તાલીમાર્થીઓ છે.

આ ચારેય તાલીમાર્થીઓ ગુજરાત રાજ્યની પરતારોહણ સંસ્થા માઉન્ટ આબુ ખાતે આવેલી છે તેના માનદ ઈન્સ્ટ્રકટર છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી અને માનદ ઇન્સ્ટ્રકટર અને પૂર્વ સેનેટ સભ્ય નિકુંજ બલરે તાત્કાલિક મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ગુજરાતના ચારેય ઇન્સ્ટ્રકટરો સહી સલામત પરત આવે તે માટે કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

આ ઘટનાને લઈને નેહરૂ પર્વતારોહણ સંસ્થાએ જણાવ્યું કે, ઉત્તરકાશીમાં ભુક્કી નજીક ચાલી રહેલા બેઝિક અને એડવાન્સ કોર્સના બાળકો આજે સવારે પર્વતારોહણની ટ્રેનિંગ માટે દ્રૌપદીના ડંડા પહોંચ્યા જેની ઊંચાઈ લગભગ 5006 મીટર છે. જ્યાં અચાનક બર્ફીલા તોફાનના કારણે અમુક ટ્રેઈની ફસાઈ ગયા છે.

મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે, ”દ્રૌપદી વિસ્તારના ડાંડા-૨ પર્વતમાં શિખર પાસે હિમસ્ખલનમાં ફસાયેલા તાલીમાર્થીઓ જલ્દીમાં જલ્દી ક્ષેમકુશળ બહાર કાઢવા માટે NIMની ટીમ પણ કાર્યરત છે. તે સાથે જિલ્લા પ્રશાસન, NDRF, SDRF, સેના અને ITBPના જવાનો દ્વારા ઝડપભેર બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.”

Back to top button