કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી બીએસએફે 10 પાકિસ્તાની બોટ સાથે ચાર માછીમારોને ઝડપી પાડ્યા છે. હરામીનાળા વિસ્તારના પિલર નંબર 1165 અને 1166 વચ્ચેના ક્ષેત્રમાં BSFએ બોટ ઝડપી પાડી છે. BSFના વિશેષ “અંબુશ દળ” ના જવાનોએ આ પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે.
A special ambush party of BSF Bhuj apprehended 4 Pak fishermen and seized 10 Pak fishing boats while they were sneaking into Indian territory through one of the water channels of Harami Nalla near Indo-Pak border in the Kutch district of Gujarat, early this morning: BSF pic.twitter.com/jBt9HINr2R
— ANI (@ANI) July 7, 2022
અગાઉ પણ 9 પાકિસ્તાની બોટ સાથે 3 પાકિસ્તાની માછીમારો ઝડપ્યા હતા
નોધનીય બાબત છે કે બીએસએફએ આ અગાઉ પણ 9 પાકિસ્તાની બોટ સાથે 3 પાકિસ્તાની માછીમારો ઘુસણખોરોને ઝડપી પાડયાં હતાં. જેમાં ઘુસણખોરી કરી રહેલા પાકિસ્તાની ઘુસણખોરો સામે BSFના જવાનોએ આક્રમક કાર્યવાહી કરી હતી. અને ભાગી રહેલા ઘુસણખોરોને રોકવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. બાદમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.