અમદાવાદના એમેઝોન ફન પાર્કમાં ભીષણ આગ લાગતા 4 ફાયર ફાયટર ઘટના સ્થળે
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ. આગ પર કાબૂ મેળવા ચાર ફાયર ફાયટરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે. એસજી હાઈવે પર નિરમા યુનિવર્સિટી પાસે આવેલા એમેઝોન ફન પાર્કમાં કોઈ કારણોસર ભીષણ આગ લાગતાં લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી. આગ કયા કારણોસર લાગી તે અંગેની કોઈ જાણકારી હજી સુધી મળી નથી. આસપાસના લોકોમાં આ આગને કારણે નાસભાગ મચી ગઈ છે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ 2023 : મોંધવારીના માર વચ્ચે શું આ બજેટમાં મધ્યમ વર્ગને મળશે રાહત?
આગ પર કાબુમાં મેળવા માટે પહેલા બે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી અને ત્યાર બાદ બે વધુ ફાયર ફાયટરો રવાના થયાં હતાં. હાલમાં આગ બુઝાવવાની કામગારી હાથ ધરવામાં આવી છે.
દુર દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
સામાન્ય રીતે ગેમ ઝોન હોવાથી લોકોની સંખ્યા વધુ હોય છે. જેથી કોઈ કારણોસર આગ લાગવાથી દુર દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. ભીષણ આગના સમાચાર મળતાં જ ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ચાંદખેડા, થલતેજ અને નવરંગપુરા ફાયર સ્ટેશનથી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. પાર્કમાં અંદર કોઇ વ્યક્તિ ફસાયેલા છે કે કેમ? તે અંગે પણ ફાયરની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.