ગુજરાતટ્રેન્ડિંગ

જૂનાગઢ: જર્જરિત મકાન ધરાશાયી દૂર્ઘટનામાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો; 10 લોકો દટાયાની આશંકા

Text To Speech
  • જૂનાગઢમાં મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં શહેરમાં દાતાર રોડ ઉપર આવેલા કડીયાવાડ વિસ્તારમાં આજે બપોરના અરસાએ એક જર્જરિત મકાન ધરાશાયી થતા 4 લોકો મોતને ભેટ્યા છે, તો અનેક લોકો દટાયા હોવાની આશંકા છે.

જૂનાગઢ: શહેરમાં દાતાર રોડ ઉપર આવેલ કડીયાવાડ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઇ હતી. જોત જોતામાં આ સ્થળે ટોળું એકઠું થઈ ગયું હતું. આ જર્જરિત મકાન પડતાં 10 લોકો તેમાં દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકે, હવે તેમાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, અત્યાર સુધી તે દૂર્ઘટનામાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે.  આ ધરાશયી થયેલી બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયેલા લોકોને સ્થાનિકો તેમજ ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

જૂનાગઢ-humdekhengenews
જૂનાગઢ મકાન ધરાસાઈ

બનાવ બનતાની સાથે ફાયર વિભાગ ઘટનાસ્થળે:

આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથધરી, કાટમાળ હટાવવાની તજવીજ શરૂ કરી છે. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને બચાવ કાર્યમાં જોડાયા હતા.

પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે:

આ ઘટના અંગે દાતાર પોલીસ સ્ટેશનને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરતાં કાટમાળ નીચે દટાયેલા લોકોને કાઢવા કવાયત હાથ ધરનામાં આવી હતી. આ કાટમાળ નીચે હાલ અનેક લોકો દટાયા હોવાનો અહેવાલ મળી રહ્યા છે.

નગરપાલિકાની નોટિસ અવગણતાં 4 લોકોએ ગુમાવી જિંદગી:

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મકાન ઘણુ જૂનું હતું. મહાનગરપાલિકાએ મકાનમાં રહેતા લોકોને નોટિસ પણ ફટકારી હતી. શનિવારે શહેરમાં આવેલા પૂરને કારણે તેનો પાયો નબળો પડી ગયો હતો, જેને કારણે આજે મકાન ધરાશાયી થયુ હતુ.

આ પણ વાંચો: ઇસ્કોન અકસ્માત: જેલના સળીયા ગણતો થઇ ગયો તથ્ય પટેલ; સાબરમતીમાં મળી નવી ઓળખ

Back to top button