Biparjoy ચક્રવાતના પગલે રાજ્યમા 4 દિવસ વરસાદની આગાહી
- બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો
- આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
- શું કહ્યુ હવામાન વિભાગે?
- રાજ્યના ક્યા જિલ્લાઓમાં પડશે વરસાદ? વાંચો આ સમાચાર
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 4 દિવસ ફરી ગુજરાતમાં પ્રિમોન્સૂસ એક્ટિવિટીના ભાગરૂપ વરસાદ પડી શકે છે.
ક્યા જિલ્લાઓમાં પડશે વરસાદ?
આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઇ શકે છે. ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવાં આવી છે. નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદી માહોલ રહેશે. જો કે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ અમદાવાદમાં થંડર સ્ટ્રોમની અસર રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારમાં તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. જો કે વાવાઝોડાની અસરના કારણે ભેજના કારણે ગરમીમાં વધારો થશે.
વાવાઝોડાને લઈને શું છે વહીવટીતંત્રની ગાઈડલાઈન?
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકા કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યનાં તમામ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે.
યુવક ડૂબ્યો દરિયામાં
દરિયાકિનારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના દરિયામાં કરંટના કારણે 8થી 10 ફૂટ ઊંચાં મોજાં ઊછળતાં જોવા મળી રહ્યાં છે. તેમ છતાં ગુરૂવારે બપોરના સમયે એક યુવક નાહવા પડતાં ડૂબવા લાગ્યો હતો. બૂમાબૂમ થતાં ડૂબી રહેલા યુવકને બચાવવા માટે અન્ય એક યુવક કૂદી પડ્યો હતો. થોડીવારમાં જે યુવક ડૂબી રહ્યો હતો. તે કિનારા પર આવી ગયો હતો, પરંતુ તેને બચાવવા માટે જે યુવાન દરિયામાં કૂદ્યો હતો તે લાપત્તા બનતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાને સૌથી વધુ અસર કરશે બિપોરજોય વાવાઝોડુ