ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ

Text To Speech
  • ઉત્તર ગુજરાત રીજનલમાં એક સર્ક્યુલેશન બની શકે છે
  • માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
  • દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ આવી શકે છે

ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં 4 દિવસ સામાન્ય વરસાદ રહેશે. તેમાં અમદાવાદ, ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ આવશે. તેમજ વડોદરા, ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ આવી શકે છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થશે. રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ રહેશે. ગુજરાત રીજનમાં 4-5 ઓગસ્ટે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતા નથી.

ઉત્તર ગુજરાત રીજનલમાં એક સર્ક્યુલેશન બની શકે છે

મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત રીજનલમાં એક સર્ક્યુલેશન બની શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં 4 ઓગસ્ટમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત માછીમારોને દરિયાકિનારે ન જવા ચેતવણી આપી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્ય વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ભારે વરસાદની વધારે સંભાવના નથી. ગુજરાતના અનેક વિસ્તારોને ઘમરોળ્યા બાદ ફરી એકવાર મેઘરાજા દક્ષિણ ગુજરાતને ઘમરોળશે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં એક્ટિવ થનારા સાઇક્લોન સર્ક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે એવી સંભાવના બતાવી છે.

Back to top button