

- વરસાદી ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે
- 16, 17, 18, 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરાઇ
- આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં સાર્વત્રીક વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
16, 17, 18, 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી
અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા વચ્ચે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. સાથે જ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 16, 17, 18, 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરાતા લોકોમાં હાલાકીનો ડર છે કારણ કે સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જતાં હોય છે.
વરસાદી ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે
વરસાદી ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. તથા 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. રાજ્યમાં છૂટા છવાયા વરસાદની સંભાવના છે. તેમજ 16મી જુલાઇથી વરસાદનુ જોર વધશે. તેમાં 16 થી 19મી જુલાઇના રોજ રાજ્યના વિવિધ જીલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી વરસાદનુ જોર વધશે. તથા હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રીક વરસાદની આગાહી કરી છે.