ગુજરાત રાજ્યમાં 4 દિવસ વરસાદની આાગહી, જાણો કયા થશે મેઘમહેર
- આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી
- અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી
- 30 જૂને નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં પાંચ સાર્વત્રિક વરસાદ રહેશે. જેમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી
28 જુન સુરત તથા નવસારી, વલસાડ, તાપી, દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 29 જૂને ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડ અને તાપી તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 30 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગુરૂવારે (27-06-24)પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
જુનાગઢ તથા અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી
બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા તથા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ તથા જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ તથા કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમાં દરિયાઈ વિસ્તારમાં 35થી 55 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ 27 જૂન ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા જામનગર, પોરબંદર, જુનાગઢ તથા અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.