ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આહવામાં આજથી ઐતિહાસિક ચાર દિવસીય ડાંગ દરબાર મેળાનો પ્રારંભ

Text To Speech

આહવા, તા. 9 માર્ચ, 2025ઃ ગુજરાતનો પ્રસિદ્ધ અને ઐતિહાસિક ડાંગ દરબાર મેળાનોઆહવામાં આજથી પ્રારંભ થયો છે. હોળી પૂર્વે યોજાતો આ મેળો આગામી 12 માર્ચ સુધી ચાલશે. જેમાં આજે ડાંગના રાજવીઓની શોભાયાત્રા સવારે ક્લેક્ટર કચેરી-આહવાથી નીકળી કાર્યક્રમ સ્થળે પહોંચી હતી,જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પોલિટિકલ પેન્શન એનાયત કરી પરંપરાગત રીતે તેમનું સન્માન કરાયું હતું. આ વખતે રાજ્યપાલ આ કાર્યક્રમમાં હાજર રહી શકયા ન હતા.

આદિવાસી સમાજના પરંપરાગત મેળા માટે જિલ્લા વહીવટી તંત્રે વિવિધ સમિતિઓની રચનાઓ કરી છે. આમાં સ્ટેજ અને મંડપની વ્યવસ્થા, મહાનુભાવોનું સ્વાગત, સાંસ્કૃતિક કાર્યક્રમો, સફાઈ અને સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જ્યારે મેળા માટે વાણિજ્ય પ્લોટની ફાળવણી અને ટ્રાફિક નિયમનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ દરબારનો પ્રારંભ ઈ.સ.1842 સુધી ડાંગમા ભીલ રાજાઓ અને નાયકો રાજ કરતા હતા. તે સમયે ડાંગના જંગલના પટા બ્રિટીશરોએ મેળવ્યા. આ પટા પેટે જંગલના અધિકારપત્રો પણ ભીલ રાજા, નાયકોએ બ્રિટિશરોને સુપ્રત કર્યા. જેના બદલામા ભીલ રાજાઓને કેટલાક આબકારી હક્કો, હળપટ્ટીના રૂપમા જમીન મહેસુલ, પશુધન માટે ઘાસચારાની તથા બીજી પેશ્વાઈ ભથ્થાની વાર્ષિક રકમ, બ્રિટિશરો તરફથી મળતી.

આ રકમ, દર વર્ષે રાજવીઓ, નાયકો, અને તેમના ભાઉબંધોને ડાંગી પ્રજાજનોનો ‘દરબાર’ભરીને, બ્રિટિશ હુકુમત તરફથી આપવામા આવતી. આ ‘દરબાર’ યોજવા પાછળનો બ્રિટિશરોનો મુખ્ય આશય ડાંગી રાજાઓ, નાયકો, ભાઉબંધો અને તેમની પ્રજા એક જ છત્ર નીચે એકત્ર થાય અને બ્રિટિશ સત્તા માટે તેમના મનમાં સદભાવના અને વ્યવહારભાવના કેળવાય તેવો હતો.

દરબારના પ્રસંગો ખુબ જ વિશિષ્ટ રીતે ઉજવાતા

એક સદી પહેલા યોજાતા દરબારના પ્રસંગો ખુબ જ વિશિષ્ટ રીતે ઉજવાતા. રંગબેરંગી પોશાકોમા સજ્જ રાજવી પરિવાર, ભાઉબંધો, નાયકો, બેથી ત્રણ દિવસો સુધી અહીં પડાવ રાખીને રહેતા અને મેળામા મ્હાલતા. બ્રિટિશ પોલિટિકલ એજન્ટના હાથે સાલિયાણું મેળવવું એ ઘણુ માનભર્યું સમજતા.

આ પણ વાંચોઃ રાજસ્થાનના આ સમગ્ર ગામે કર્યુ ધર્મ પરિવર્તન, ચર્ચને બનાવી દીધું મંદિર

Back to top button