લોકસભામાં હંગામો મચાવતા કોંગ્રેસના 4 સાંસદો સસ્પેન્ડ, ગૃહ આવતીકાલ સુધી સ્થગિત
સંસદના ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે પ્લેકાર્ડ લઈને મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનાર કોંગ્રેસના ચાર સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા મંગળવાર, 26 જુલાઈ સવારે 11 કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ મણિકમ ટૈગોર, જ્યોતિમણિ, રામ્યા હરિદાસ અને ટીએન પ્રતાપનને ચોમાસુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મોંધવારી સામે સાંસદ ગૃહ સામે વિરુદ્ધ પ્રદર્શન
સાંસદ મોંઘવારીને લઈને ગૃહની અંદર પ્લેકાર્ડની સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. લોકસભા અધ્યક્ષે વિપક્ષી સાંસદોને ચેતવણી આપતા કહ્યુ હતુ કે, તે બપોરે 3 કલાક બાદ મોંઘવારીના મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ ગૃહની અંદર કોઈપણ પ્રકારનો વિરોધ ચલાવી લેવામાં આવશે નહીં. સ્પીકરે કહ્યું- જો તમે પ્લેકાર્ડ દેખાડવા ઈચ્છો છો તો ગૃહની બહાર પ્રદર્શન કરો. હું ચર્ચા માટે તૈયાર છું, મારી દયાને મારી નબળાઈ ના માનો. જે બાદ તેમણે કાર્યવાહી મંગળવાર માટે સ્થગિત કરી દીધી.
મોંધવારી માટે સાંસદમાં ચર્ચાની માંગ
પ્લેકાર્ડ્સ અને બેનરો લઈને વિપક્ષી સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં આવવા અને વધતી જતી મોંઘવારી અને માલ અને સેવા કર અથવા GST, આવશ્યક ચીજવસ્તુઓ પરની તેમની ચિંતાઓને દૂર કરવા માંગ કરી હતી. વિપક્ષ મોંઘવારી પર સંસદમાં ચર્ચાની માંગ કરી રહ્યું છે.