ગુજરાત વિધાનસભા ચૂંટણી હારેલા 4 ઉમેદવારોના હાઈકોર્ટમાં ઘા, જાણો શું છે આક્ષેપ ?
ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી પૂર્ણ થઈ અને નવી સરકાર રચાઈ ગઈ તેને લગભગ દોઢેક મહિના જેવો સમય વીતી ગયો હોય ત્યારે હવે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડનાર 4 ભાજપ અને કોંગ્રેસી ઉમેદવારોને રહી રહીને ચૂંટણી પંચ ઉપર શંકા ગઈ છે કે તેની સામે જે ઉમેદવાર ઉભા હતા તેમના ફોર્મમાં ભૂલ હોવા છતાં તે સ્વીકારવામાં આવ્યું છે.
કોણે-કોણે અરજી કરી છે ?
ગુજરાત હાઇકોર્ટમાં બંને પક્ષના ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં ફોર્મ સ્વીકાર્યા હોવાનો થયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના હારેલા ચાર ઉમેદવારો હર્ષદ રિબડીયા, લલિત કગથરા, રઘુ દેસાઈ અને હિતેશ વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે.
રઘુ દેસાઈનો શું આરોપ છે ?
ઉમેદવારોએ કરેલી અરજીમાં ચૂંટણીપંચ સહિત રિટર્નિંગ ઓફિસરને પણ પક્ષકાર બનાવવામાં આવ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ ચૂંટણી અધિકારીના નિર્ણયને લઈ અરજીમાં દલીલ પણ કરી છે. રઘુ દેસાઈએ જણાવ્યું કે, પરિણામ બાદ અમને 58% મતદાનનું સર્ટિફિરેટ અપાયુ છે અને રાત્રે 10 વાગ્યે ચૂંટણી અધિકારીએ 64% મતદાન થયાનું જાહેર કર્યુ છે.