ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘બસ અલ્લાહુ અકબર બોલો’, ‘જય શ્રી રામ’ના નારા લગાવતા યુવકો પર હુમલો કરનાર 4ની ધરપકડ

બેંગલુરુ (કર્ણાટક), 18 એપ્રિલ: કર્ણાટકના બેંગલુરુમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવવા બદલ ચાર યુવકોને ઢોર માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ યુવકો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેના કારણે એક યુવકના માથામાં અને બીજાને નાકમાં ઈજા થઈ હતી. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે અને FIR નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. મામલો ચિકબેતાહલીનો છે, જ્યાં યુવકો કારમાં જઈ રહ્યા હતા. તેમની પાસે ભગવા ઝંડા હતા અને તેઓ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. આ પછી બાઈક પર આવેલા છોકરાઓએ તેમને રોક્યા અને બોલાચાલી કરવા લાગ્યા.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બાઈક પર બેઠેલો એક છોકરો કહે છે કે ‘જય શ્રી રામ’ નહીં પણ ‘અલ્લાહુ અકબર’ બોલો. જવાબમાં કારમાં બેઠેલો છોકરો કહે છે કે અમારો તહેવાર છે, અમે ગમે તેવા નારા લગાવીશું. તમે તમારો તહેવાર ઉજવો ત્યારે અમે કંઈ કહીએ છીએ? આમ, બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપી છોકરાઓ ભગવો ઝંડો છીનવી લેવાનો અને કારમાં બેઠેલા છોકરાઓને બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પછી બાઈક પર આવેલા છોકરાઓએ લાકડી વડે હુમલો કર્યો હતો. બાદમાં આરોપીઓએ પીડિતોને માર માર્યો હતો.

આરોપીઓમાં બે સગીર સામેલ

પોલીસે IPC કલમ 156/24 u/s 295A, 298, 143, 147, 504, 324, 326, 506 r/w 149 હેઠળ કેસ નોંધ્યો છે. બેંગલુરુ સિટી (ઉત્તર-પૂર્વ) ડીસીપી બીએમ લક્ષ્મી પ્રસાદે જણાવ્યું કે, ગઈકાલે વિદ્યારણ્યપુરા પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં કારમાં મુસાફરી કરી રહેલા યુવકો ઉપર ચાર છોકરાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ધાર્મિક સૂત્રોચ્ચાર કારણે તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી અને આ કેસના ચારેય આરોપીઓએ કારમાં બેઠેલા લોકો પર હુમલો કર્યો હતો અને ત્યાંથી નાસી ભાગ્યા હતા. આરોપીઓની ઓળખ ફરમાન અને સમીર તરીકે થઈ છે. અન્ય બે આરોપીઓ સગીર છે. ચારેય આરોપીઓ એમ.એસ.પાલ્યાના રહેવાસી છે. જ્યારે હુમલાનો ભોગ બનનાર પવન કુમાર, રાહુલ અને બિનાયક સંજીવની નગરના રહેવાસી છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, ઘણા લોકો થયાં ઘાયલ

Back to top button