અંબાજીના પ્રસાદમાં નકલી ઘી કેસમાં 4 આરોપીની ધરપકડ, હવે ખુલશે પત્તા
- અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી
- દાંતા કોર્ટમાં તેમને અંબાજી પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા
- 2ને આરોપીઓના જામીન થયા તથા 2 ના રિમાન્ડ મંજૂર થયા
અંબાજીના પ્રસાદમાં નકલી ઘી કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હવે આરોપીઓ જે સત્ય છે તે સામે લાવશે. તેમાં 2ને જામીન 2ના રિમાન્ડ મંજૂર થયા છે. મોહનથાળ પ્રકરણમાં કાર્યવાહી થતા અંબાજી પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. ત્યારે 2 આરોપીઓને જામીન મળ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં અલગ અલગ 20 સ્થળોએ ITના દરોડા
અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી
અંબાજીમાં મોહનથાળમાં નકલી ઘીની ભેળસેળ મુદ્દે અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 4 લોકોની આ મામલે ધરપકડ કરી કોર્ટમાં હાજર કરાયા હતા. જેમાં 2ને જામીન મળ્યા તો 2ની રિમાન્ડ મંજૂર કરાઈ છે. અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ નકલી ઘીના કેસમાં મોહિની કેટરર્સના 4 લોકો કુલદીપ, સુનીલ, લાલસિંહ અને આલોકની ધરપકડ કરવામાં આવી હતી. સાબર દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને અંબાજી પોલીસે મોહિની કેટરર્સના 4 લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના કેસ વધ્યા ચાર દિવસમાં બે મોત
આરોપી આલોક, લાલસિંહને 10 હજાર બોન્ડ પર જામીન મળી ગયા
આ તમામ લોકોને લઈને દાંતા કોર્ટમાં તેમને અંબાજી પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 2 આરોપી આલોક, લાલસિંહને 10 હજાર બોન્ડ પર જામીન મળી ગયા હતા. જેથી તેઓ જામીન પર મુક્ત થઈ ગયા હતા અને કુલદીપ અને સુનીલ નામના 2 આરોપીના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેને લઈને કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે આ મામલે અંબાજી મોહનથાળના પ્રસાદ માટેની કામગીરી મોહિની કેટરર્સ પાસેથી લઈ લેવામાં આવી છે. હવે પ્રથમ નોરતેથી આ પ્રસાદની કામગીરી અક્ષયપાત્ર નામની સંસ્થા કરશે. આ બધાની વચ્ચે આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ દુષ્યંત સોની હજુ પણ ફરાર છે.