તુર્કી-સીરિયામાં ભારે વિનાશ બાદ પેલેસ્ટાઈનની ધરતી ધ્રૂજી, 4.8 ની તીવ્રતાનો ભૂકંપ
- પેલેસ્ટાઈનમાં ભૂકંપનું કેન્દ્ર નાબ્લસ શહેરથી 13 કિમી ઉત્તરમાં
- પેલેસ્ટાઈનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
- ભૂકંપનું કેન્દ્ર નાબ્લસ શહેરથી 13 કિમી ઉત્તરમાં અને 10 કિમી ઊંડાઈએ
સોમવારે (6 ફેબ્રુઆરી) તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે પેલેસ્ટાઈનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે પેલેસ્ટાઈનમાં આવેલા આ ભૂકંપનું કેન્દ્ર નાબ્લસ શહેરથી 13 કિમી ઉત્તરમાં હતું, જેની ઊંડાઈ 10 કિમી હતી. જો કે અત્યાર સુધીમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપના આંચકાઓથી ભયભીત થઈ લોકો રસ્તા પર આવી ગયા હતા.
તે જ સમયે, તુર્કી-સીરિયામાં ભૂકંપના કારણે 8 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 35 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે 6 હજારથી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અને 3 એરપોર્ટ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને એક નિવેદનમાં કહ્યું કે, વિશ્વના 70 દેશોએ અત્યાર સુધી રાહત કામગીરીમાં મદદની ઓફર કરી છે. રાષ્ટ્રપતિએ મદદ કરનારા દેશોનો આભાર માન્યો.
આ પણ વાંચો : તુર્કી ભૂકંપ: ‘મિત્ર એ છે જે સમયસર કામ આવે’, તુર્કીના રાજદૂતે આભાર સાથે ભારતના કર્યા વખાણ
2.3 કરોડ લોકોના મોત – WHO
જોરદાર ઠંડી અને બરફવર્ષા તુર્કીમાં બચાવ કામગીરીમાં બાંધારુપ બની રહ્યી છે. માઈનસ ડિગ્રી હોવા છતા બચાવકામગીરી કરનારાઓ કાટમાળ નીચે દબાયેલા લોકોને કાઢવાની કામગીરી ચાલુ જ રાખી છે. WHO તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે ભૂકંપથી તુર્કી અને સિરીયામાં ઓછામાં ઓછા 2.3 કરોડ લોકો પ્રભાવિત તેનાથી પ્રભાવિત થયા હશે.