અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમીડિયા

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 7 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયો આરોપી, પોલીસે હાઈડ્રોફોનિક વીડ જપ્ત કર્યું

Text To Speech

અમદાવાદ, 22 જાન્યુઆરી 2025 : અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં મુસ્તાક ભટ્ટી નામનો એક પેસેન્જર 7 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો છે.
તેની પાસેથી 4.645 ગ્રામ હાઈડ્રોફોનિક વીડ મળી આવ્યું છે જેની ઈન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 7 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

થાઈએરલાઈન્સની બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં હાઈડ્રોફોનિક વીડ સાથે ઝડપાયેલા મુસાફરનું નામ મુસ્તાક અહેમદ ઉંમરભાઈ ભટ્ટી છે. ચાર દિવસ પહેલાં પણ થાઈ એરલાઈન્સની ફ્લાઈટમાં બેંગકોકથી અમદાવાદ આવેલી થાઈલેન્ડની રહેવાસી પીમાલા સંપાની કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટના મહિલા અધિકારી શીતલ પરમારે 2349 ગ્રામ હાઈડ્રોફોનિક વીડ સાથે ઝડપી લઈને ધરપકડ કરી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

ગાંજા કરતાં પણ ઉંચુ માનવામાં આવતું હાઈડ્રોફોનિક વીડ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું હોય એવો છેલ્લા ચાર દિવસમાં બીજો કિસ્સો બન્યો છે. આ અગાઉ બેંગકોકથી અમદાવાદ આવેલી એક મહિલા પાસેથી 2349 ગ્રામ હાઈડ્રોફોનિક વીડ મળી આવ્યું હતું અને આ મહિલાની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ પણ કરવામાં આવી હતી.

 એરપોર્ટ પર પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરી મોટા પ્રમાણમાં થઈ રહી છે હવે મુસ્તાક ભટ્ટી પણ આજ પ્રકારનું ડ્રગ્સ લઈને આવતાં કસ્ટમ વિભાગ સજાગ થઈ ગયો છે. . આ હાઇડ્રોફોનિક વીડ કોને આપવાનું હતું? અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું? તેની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. થાઈલેન્ડથી ભારતમાં હાઈ ક્વોલિટી ડ્રગ્સ ઘુસાડવાનું નેટવર્ક વિકસાવાયું હોવાનું કસ્ટમ વિભાગ માને છે.

આ પણ વાંચો : શું પૃથ્વીનું વાતાવરણ કચરાટોપલી બની રહ્યું છે? અવકાશમાં જમા થઈ રહેલા કચરાથી આપણા માટે કેટલું જોખમ છે?

Back to top button