ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ વિસ્તારમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ, ફરી એકવાર લોકોમાં ભય

Text To Speech

એક તરફ તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છે ત્યારે ગુજરાતમાં આજે બપોરના ભૂકંપે ધરતીને હચમચાવી હોવાનું રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક ટ્વિટમાં જણાવાયું છે. જે મુજબ બપોરે 3.21 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ રિક્ટર સ્કેલ ઉપર નોંધાયો હતો.

આ ભૂકંપ અંગે હજુ કોઈ પ્રતિક્રિયા રાજ્યભરમાંથી મળી નથી. શરૂઆતની ટ્વિટ મુજબ બપોરે 3.21 વાગ્યે રિક્ટર સ્કેલ ઉપર 4.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર બિન્દુ રાજકોટથી 270 કિ.મી. દૂર ઉત્તર-ઉત્તર-પશ્ચિમે, 10 કિ.મી. જમીનના ઊંડાણમાં હતું. જેથી તેનાથી થયેલા નુકસાન અંગે માહિતી મળી નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં નેતાઓ સુરક્ષિત : હવે આ મંત્રીઓને નહીં મળે સુરક્ષા ?

આ સાથે જ રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રની એક અન્ય ટ્વિટ પણ સામે આવી છે. જેમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાનના ફયઝાબાદથી 117 કિ.મી. દક્ષિણે 4.3ની તીવ્રતાનો ભૂકંપ ત્યાંના સ્થાનિક સમય બપોરે 3.29 વાગ્યે નોંધાયો હતો. જે જમીનમાં 98 કિ.મી.ની ઊંડાઈએ હતો. અલબત્ત અફઘાનિસ્તાન કે ગુજરાતમાં હજુ સુધી ક્યાંય પણ ભૂકંપ અનુભવાયાના કે પછી તેને પગલે કોઈ નુક્સાન-જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો : આવી રહી છે ગરમી ! હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી

Back to top button