ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી T20 વરસાદને કારણે ટાઈ : ભારતે 1-0થી જીતી શ્રેણી

Text To Speech

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને છેલ્લી મેચ ટાઈ થઈ ગઈ છે. જેને પગલે 3 મેચોની T20 સીરીઝ ભારતે 1-0થી જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ન્યૂઝીલેન્ડ 19.4 ઓવરમાં 160 રનમાં સમેટાઈ ગયું હતું. જવાબમાં ભારતે નવ ઓવરમાં ચાર વિકેટે 75 રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદે વિક્ષેપ પાડ્યો હતો. DLS હેઠળ અમ્પાયરોએ મેચ ખતમ કરવાનો નિર્ણય કર્યો અને મેચ ટાઈ જાહેર કરવામાં આવી.

આ પણ વાંચો : FIFA વર્લ્ડ કપ 2022: ફોટો બ્લોગરથી લઈને મોડલ સુધી આ ખેલાડીઓની પાર્ટનર સામે હિરોઈનો પણ પડે છે ફિક્કી

સૂર્યકુમાર બન્યો પ્લેયર ઓફ ધ સીરીઝ 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ શ્રેણીમાં ભારતીય સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવએ પ્લેયર ઓફ ધ સીરીઝનો ખિતાબ મેળવ્યો છે. તેણે 2 મેચમાં 203નાં સ્ટ્રાઈક રેટથી 125 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામેની બીજી મેચ 52 બોલમાં 111 રન બનાવી તેની બીજી સેન્ચૂરી ફટકારી હતી.

વરસાદને લીધે પહેલી મેચ પણ રદ્દ થઈ હતી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચ પણ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. ત્યારે ટોસ પણ થઈ શક્યો નહોતો. જ્યારે બીજી મેચમાં પણ વરસાદ પડ્યો હતો, પણ વરસાદ રોકાતા મેચ ફરીથી શરુ થઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 65 રને જીતી મેળવી હતી. જેથી ભારતે ત્રણ મેચની T20I શ્રેણી 1-0થી જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડના ઘરઆંગણે ટીમ ઈન્ડિયાની આ સતત બીજી T20 શ્રેણી જીત છે. અગાઉ વર્ષ 2020માં, વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતે ટી20 શ્રેણીમાં કીવી ટીમને 5-0થી હરાવ્યું હતું.

Back to top button