ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ધોધમાર શરૂ, આ શહેરોમાં રેડ એલર્ટ
- કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની પણ શક્યતાઓ
- અરબી સમુદ્રમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમને કારણે ભારે વરસાદની આગાહી
- રાજ્યમાં ગાજવીજ અને 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ધોધમાર શરૂ થયો છે. ત્યારે સાબરકાંઠા-અરવલ્લીમાં આજે યલો અને શુક્રવારે રેડ એલર્ટથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં આગામી દિવસોમાં હવામાન વિભાગે 7 દિવસ ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હળવાથી સામાન્ય વરસાદ તો રહેશે પરંતુ તેની સાથે ભારે અને અત્યંત ભારે વરસાદ રહેવાની સંભાવનાઓ પણ છે.
કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની પણ શક્યતાઓ
હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી દિવસોમાં ભરુચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, સાબરકાંઠા, ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદ રહેશે, અહીં અતિથી અતિભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે. કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની પણ શક્યતાઓ છે. આ ઉપરાંત હવામાન વિભાગ તરફથી જણાવ્યું કે, જુનાગઢ, જામનગર, રાજકોટ, પોરબંદર, ભાવનગરમાં અતિથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરીને તેમણે જણાવ્યું છે કે, હળવાથી સામાન્ય વરસાદ રહેશે અને તેની સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની પણ શક્યતાઓ છે.
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ્ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની આખરે સત્તાવાર નિમણૂક થઇ
અરબી સમુદ્રમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમને કારણે ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમને કારણે ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ ગાજવીજ અને 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ દરિયાકિનારાના વિસ્તારોમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં મંગળવારથી વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. દરમિયાન મંગળવારે રાત્રે વડાલીમાં પોણા ત્રણ ઈંચ અને હિંમતનગર તેમજ ઈડરમાં બે-બે ઈંચ વરસાદ થયો હતો. જ્યારે અરવલ્લીમાં મેઘરજ તાલુકામાં એક ઈંચ વરસાદ થયો હતો. બાદમાં બુધવારે બપોર બાદ આકાશમાં કાળાં ડિબાંગ ધોધમાર વરસાદ થતાં માત્ર બે કલાકમાં પ્રાંતિજ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ થયો હતો અને દિવસ દરમિયાનનો કુલ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.