ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લીની શાળામાં ‘કનઝંક્ટીવાઈટીસ’નો પગપેસારો, એક જ સ્કૂલના 39 બાળકોને લાગ્યો ચેપ

ગુજરાતના વિવિધ જિલ્લામાં આંખો આવવાના કેસોમાં વધારો થયો છે.રાજ્યમાં અનેક વિસ્તારોમાં ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ના કેસો નોંધાયા છે. શહેરો બાદ હવે ગ્રામિણ વિસ્તારોમાં પણ આંખ આવવાના કેસોમાં વદારો જોવા મળી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામા આ રોગે માથું ઉચકતા અનેક લોકો તેના સંપર્કમાં આવી રહ્યા છે. ખાત કરીને નાના બાળકો પણ આ રોગની ઝડપેટમાં આવી રહ્યા છે. અરવલ્લીના મેઘરજની આશ્રમ શાળામાં એક સાથે 39 જેટલા વિદ્યાર્થીઓને કન્જક્ટિવાઈટિસ રોગની અસર જોવા મળી છે.

શાળામાં 39 જેટલા વિદ્યાર્થીઓને કન્જક્ટિવાઈટિસની અસર

પ્રાપ્ત વિગતો મુજબ અરવલ્લી જિલ્લાના મેઘરજમા ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’નો રોગ વકર્યો છે. મેઘરજમાં આવેલી હરિઓમ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 39 જેટલા વિદ્યાર્થીઓમાં એક સાથે કન્જક્ટિવાઈટિસ રોગની અસર જોવા મળી છે. જેથી આ તમામ બાળકોને સારવાર અર્થે મેઘરજની હોસ્પિટલમાં મોકલીને તપાસ કરવામાં આવ્યા હતા.આ તમામ વિદ્યાર્થીઓને આંખમાં દુઃખાવો અને આંખો લાલ થવાની ફરિયાદ ઉઠતા તેમને હોસ્પિટલમાં લઈ જઈને તપાસ કરવામાં આવી હતી અને તેમને ડ્રોપ-દવા અને ચશ્મા અપાયા હતા.

_અરવલ્લી-humdekhengenews

કનઝંક્ટીવાઈટીસના લક્ષણો

આ રોગમાં કોઈ ચેપ, ઈજા, એલર્જી કે આંખમાં કોઈ વસ્તુ પડવાના કારણે આંખો લાલ થઈને તેમાં સોજો આવે છે. આંખમાં બળતરા, દુઃખાવો, ખંજવાળ કે કંઈ ખૂંચતું હોવાનો આભાસ થાય છે. આંખમાંથી પાણી પડે છે. તીવ્ર પ્રકાશ સહન થતો નથી અને દૃષ્ટિમાં ઝાંખપ અનુભવાય છે. કેટલીકવાર આંખમાંથી રસી આવવાના કારણે પાંપણ એકબીજા સાથે ચોંટી જાય છે. આ રોગ સામાન્યતઃ બંને આંખમાં સાથે થાય છે.

આ પણ વાંચો : અમદાવાદમાં નવનિર્મિત બિલ્ડીંગની દિવાલ ધરાશાયી, કાટમાળ નીચે દટાતા એક યુવકનું મોત

_અરવલ્લી-humdekhengenews

જાણો તેનાથી બચવા માટેના ઉપાયો

જો ખંજવાળ કે સોજો હોય તો ઠંડા પાણીનો શેક કરવો અને જો દુઃખાવો કે રસી આવતી હોય તો ગરમ પાણીનો શેક કરવો. પાંપણને ગરમ પાણીથી સાફ કરવી તથા આંખ ખંજવાળવી નહીં. આ રોગનો ફેલાવો અટકાવવા દર્દીના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું. દર્દીના અંગત વપરાશની વસ્તુઓ અલગ રાખવી તથા હાથ અવારનવાર ધોવા જોઈએ. સામાન્ય રીતે આ રોગ 7થી 10 દિવસમાં મટી જતો હોય છે પરંતુ જો દુઃખાવો કે સોજો વધતો જતો હોય, ખૂબ જ રસી આવતી હોય, પાંપણ પર ફોલ્લાં કે ચાંદા પડી ગયા હોય તથા ઘરેલુ ઉપચારથી ફાયદો ન જણાતો હોય તો ડોક્ટરની સલાહ લેવી.

 આ પણ વાંચો : ગાંધીનગરનો 59મો સ્થાપના દિવસ: આંધીનગર અને ધુળિયુંનગર કેવી રીતે બન્યું રાજ્યનું પાટનગર ?

Back to top button