- અમદાવાદ શહેરમાં 120 કેસ નોંધાયા
- આજે 269 દર્દીઓ સાજા થયા
- તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે વધી રહ્યું છે
ગુજરાતમાં કોરોનાનું ફૂંફાળો મારવાનું શરૂ જ છે. આજે કોરોનાના રાજ્યમાં વધુ 381 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 120 કેસ નોંધાયા છે. જો કે આજે કચ્છમાં કોરોનાથી 1 મોત થયાનું જાણવા મળ્યું છે. તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે વધી રહ્યું છે ત્યારે લોકોએ હવે સાવચેતીના ભાગરૂપે સતર્ક રહેવું પડશે નહીંતર બીજા વેવ જેવી પરિસ્થિતિ ઉદભવે તો નવાઈ નહીં.
ક્યાં શહેર – જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં વધુ કેસ 123, રાજકોટ જિલ્લામાં 37, સુરત જિલ્લામાં 37, મોરબીમાં 35 કેસ, મહેસાણા 25, સાબરકાંઠા 11, વડોદરા 38, ભાવનગર 3, ભરૂચ 8, ગાંધીનગર જિલ્લામાં 9, સુરેન્દ્રનગર 3, પોરબંદરમાં 3 કેસ, અમરેલીમાં 7 કેસ, આણંદ 9 કેસ, અરવલ્લી 1, બનાસકાંઠામાં 3, નોંધાયો છે.
એક્ટીવ કેસનો આંક 2247 થયો, 6 દર્દી વેન્ટિલેટર ઉપર
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 381 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 123 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 269 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 2247 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં છ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે.