ગુજરાતટોપ ન્યૂઝ

સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓ આજે વતન પરત ફરશે, રાજ્ય સરકારે કર્યું ખાસ આયોજન

Text To Speech

સુદાનમાં અર્ધલશ્કરી જૂથ અને સેના વચ્ચેના આંતરિક યુદ્ધમાં ફસાયેલા સેંકડો ભારતીયોને પરત લાવવા ઓપરેશન કાવેરી હેઠળ ગુજરાતના 38 નાગરિકો પણ તેમના વતન પરત ફરશે. ગુજરાતના આ લોકો સુદાનથી બુધવારે મધરાતે મુંબઈ પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાંથી તેમને ગુજરાત લાવવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે મુંબઈથી ગુજરાતમાં પરિવહનની વ્યવસ્થા કરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે તેઓ દિલ્હી સ્થિત ગુજરાતના નિવાસી કમિશનરની કચેરી અને ભારત સરકારના વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે. આંતરિક યુદ્ધ પ્રભાવિત સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ઓપરેશન ‘કાવેરી’ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Gujarat : રાહુલ ગાંધી બાદ તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં માનહાનિનો કેસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકારના વિદેશ મંત્રાલય સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે ભારત સરકાર સતત સંપર્કમાં રહીને કામ કરી રહી છે. રાજ્ય સરકારના સંકલનને કારણે ગુજરાતમાંથી 38 લોકોને જેદ્દાહથી વિશેષ ઈવેક્યુએશન ફ્લાઈટ દ્વારા દિલ્હી અને મુંબઈ લાવવામાં આવશે. રાજ્ય સરકારે સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓનો ઈ-મેલ અને ટેલિફોન દ્વારા સંપર્ક કર્યો હતો. સંપર્કમાં આવેલા તમામ લોકોને ભારત સરકારના ઓપરેશન કાવેરી હેઠળ કાર્યરત 24 કલાકની હેલ્પલાઇન વિશે પણ જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર આગામી વિશેષ ઇવેક્યુએશન ફ્લાઇટ અંગે સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો સાથે સંકલન કરશે. આ ઉપરાંત મુંબઈ અને દિલ્હીથી તમામ ગુજરાતીઓને ગુજરાત લાવવાની કાર્યવાહી રાજ્ય સરકાર કરશે.

Back to top button