ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવમાં 2 દિવસમાં 370 કેસ કરવામાં આવ્યા

Text To Speech
  • હવે રોંગ સાઈડથી વાહન લઈને જનારા ચેતી જજો
  • પહેલા દિવસે 160 ફરિયાદ દાખલ કરવામાં આવી
  • બીજા દિવસે 210 લોકોના સામે ફરિયાદ દાખલ

અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવમાં 2 દિવસમાં 370 કેસ કરવામાં આવ્યા છે. જેમાં પહેલા દિવસે 160 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તથા બીજા દિવસે 210 લોકોના સામે ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. તમામ સામે IPC 184 અને મોટર વિહિકલ એક્ટ 279 અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત: વર્લ્ડકપમાં સટ્ટાબાજીનો એક નવો મામલો સામે આવ્યો, પોલીસે 2 લોકોની ધરપકડ કરી

હવે રોંગ સાઈડથી વાહન લઈને જનારા ચેતી જજો

ભય જનક રીતે રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદમાં વધી રહેલા અકસ્માતોને લઈને ટ્રાફિક-પોલીસ દ્વારા 22 જૂનથી રોંગ સાઈડમાં ચાલતાં વાહનો માટે ડ્રાઈવ યોજવામાં આવી છે. આ ડ્રાઈવ આગામી 30 જૂન સુધી ચાલુ રહેશે. ઇતિહાસમાં પહેલીવાર રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહનચાલકોને દંડવામાં નહીં આવે, પરંતુ તેની સામે પોલીસ કેસ કરવામાં આવશે. આજ પ્રકારે વડોદરા પોલીસ દ્વારા પણ આજથી મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. તો હવે રોંગ સાઈડથી વાહન લઈને જનારા ચેતી જજો.

છેલ્લા પાંચ મહિનામાં જ 65,557 લોકો સામે કડક પગલા ભર્યા

અમદાવાદ શહેરની જ વાત કરી લઈએ તો 2024ના પહેલા પાંચ મહિનામાં જ 3032 લોકો એવા હતા જે રોન્ગ સાઈડમાં બેફામ ડ્રાઈવિંગ કરતા હતા. આટલા ડ્રાઈવર પાસેથી કુલ 56 લાખ 58 હજાર રૂપિયા વસુલવામાં આવ્યા છે. 16 વિવિધ જગ્યા પરથી છેલ્લા પાંચ મહિનામાં જ 65,557 લોકો સામે કડક પગલા ભર્યા છે, જેમને ટ્રાફિકના નાના મોટા નિયમભંગ બદલ દંડ ફટકારાયો છે. તેમની પાસેથી કુલ દંડની રકમ 4 કરોડ 53 લાખ 79 હજાર રૂપિયા વસૂલવામાં આવી છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેમના શહેર સુરતમાં પણ લોકોને કહ્યું કે પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં અને મારી ઓફિસથી ફોન આવશે તો પણ પોલીસ છોડશે નહીં. મારી ઓફિસે પણ કોઈ ફોન કરશો નહીં, કારણ કે રોંગ સાઈડ પર જવામાં મોટુ જોખમ છે, એટલે ભૂલથી પણ રોંગ સાઈડની અંદર જઈને ચલણ ફડાવતા નહીં, રોંગ સાઈડ પર પોલીસ કેસો કરવાના ચાલુ કરાયા છે. રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે.

Back to top button