ગુજરાતદક્ષિણ ગુજરાતસ્પોર્ટસ

સુરતમાં આજે ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં 36માં રાષ્ટ્રીય રમતઉત્સવનું સમાપન

Text To Speech

છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલાં 36 નેશનલ ગેમ્સનો આજે અંતિમ દિવસ છે અને તેનું સમાપાન સમરોહ આજે સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં સાંજે 5 વાગે યોજાશે. જેમાં દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમજ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ હાજરી આપશે.

આ પણ વાંચો : 10 વર્ષની બાળકીએ 102.5 કિલો વજન ઉપાડીને સૌને ચોંકાવી દીધા, અમેરિકામાં ચેમ્પિયનશિપમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ખેલો ઇન્ડિયા’ અને ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનને સાકાર કરવા માટે 36 મી નેશનલ ગેમ્સનું આયોજન થયું હતું જેમાં 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 7500થી વધુ રમતવીરોએ 36 પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો. જેમાં કુલ 1100 સોના, ચાંદી અને કાસ્ય પદક માટે સ્પર્ધાઓ થઇ હતી. આ માટે દેશભરમાંથી 2 હજાર ટેક્નીકલ સ્ટાફ અને 2500 થી વધુ સ્વંયસેવકોએ પોતાની સેવા આપી હતી.

36મી નેશનલ ગેમ્સનું ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં સુરત ખાતે ભવ્ય સમાપન સમારોહ

આજના કાર્યક્રમમાં રાજ્યના ગૃહ અને ખેલ મંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય સરકારના નેતાઓ તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ,રમત વિભાગના અધિકારીઓ, રમતવીરો અને સામાન્ય જનતા હાજર રહેશે. ખેલ મહાકુંભના સમાપનની ઉજવણીમાં શહેરની તમામ શાળા તથા કોલેજ, યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ વિશેષ ઉપસ્થિત રહેશે જે ખેલાડીઓનું પ્રોત્સાહન વધારશે.

36th National Games - Hum Dekhenge News

રાષ્ટ્રીય રમતોનો શુભઆરંભ અમદાવાદમાં અને સમાપન સુરતમાં

સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં ખેલ મહાકુંભના સમાપન માટે સમગ્ર દેશના રમતવીરો હાજર રહેશે. આ વર્ષે 36માં નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. જેમાથી સુરતમાં 4 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રમતઉત્સવનો શુભ આરંભ 29 સપ્ટેમ્બરના અમદાવાદમાં પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે 12 ઓકોટોબરે સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં 36માં નેશનલ ગેમ્સનું સમાપન કરવામાં આવશે. જે રીતે રાષ્ટ્રીય રમતઉત્સવનો શુભ આરંભ ભવ્ય હતો એવી જ રીતે સમાપન પણ અતિ ભવ્ય હશે.

 

Back to top button