કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગ
ગોંડલમાં 36 સંતોએ મતદાન કર્યું, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન સવારના 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. ત્યારે ગોંડલમાં અક્ષર મંદિરના સંતો મતદાન કર્યું. મંદિરના 36 સંતોએ BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સર્વે મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

તો, ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ BAPS સ્વામિનાાયણ વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું.

ગોંડલમાં ક્ષત્રિય સમાજના જ બે જૂથ આમને-સામને છે. ત્યારે, શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.