ગુજરાતટોપ ન્યૂઝ

શું હિન્દુ, શું મુસલમાન…! મોરબી દુર્ઘટનામાં આટલા મુસલમાનોના મોત

Text To Speech

એક વ્યક્તિ બીજી વ્યક્તિને ધર્મ કે જાતિથી ઓળખે છે. પરંતુ, હોનારત ક્યારેય જાતિ-ધર્મ, સજીવ-નિર્જીવ, માનવ કે પશુને જોતી નથી. હોનારત તો સૌ-કોઈને પોતાની બાનમાં લઈ લે છે. કંઈક એવું જ બન્યું મોરબીમાં.

મોરબી બ્રિજ દુર્ઘટના
મોરબી બ્રિજ દુર્ઘટના

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મોત થયા છે. આ યાદીમાં 36 મુસ્લિમ મૃતકોના નામ પણ સામે આવ્યા છે. જેથી કબ્રસ્તાનમાં 150 લોકોની ટીમે મળીને કબર તૈયાર કરી છે.

પુલ તૂટવાની દુર્ઘટનામાં મુસ્લિમ સમુદાયના લોકો મોતને ભેટ્યા તેની સંખ્યા પણ વધુ છે. મૃતકોની કબ્રસ્તાનમાં અંતિમ વિધિ કરવામાં આવશે. અંતિમ વિધિને લઈને મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા રાતથી કબ્રસ્તાનમાં તૈયારી કરવામાં આવી રહી છે.

એક દફનવિધિ ઘર બનાવવામાં 3 થી 4 કલાકનો સમય લાગે છે. આ ઘર પણ મુસ્લિમ સમુદાયના નિયમ મુજબ બનાવવામાં આવી રહ્યાં છે. રવિવારે રાતે બનાવ બન્યા બાદ મુસ્લિમ સમુદાયના યુવકોની 40 લોકોની ટીમ પણ મૃતદેહ નદીમાથી બહાર કાઢવા ગઈ હતી ત્યારે આજે અન્ય ટીમ કબ્રસ્તાનમાં કામ કરી રહી છે.

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની ઘટનાએ હાહાકાર મચાવી દીધો હતો. એક પછી એક એમ્બ્યુલન્સથી ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલે લવાયા હતા. મૃતકો, ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોથી આખી હોસ્પિટલ ભરાઈ ગઈ હતી.

Back to top button