ટોપ ન્યૂઝનેશનલ

અગ્નિપથ સ્કીમને લઈને ફેક ન્યૂઝ ચલાવનાર 35 વોટ્સગ્રુપ પર પ્રતિબંધ, કોચિંગ ક્લાસ વિરૂદ્ધ કાર્યવાહી

Text To Speech

અગ્નિપથ સ્કીમ પર ફેક ન્યૂઝ ચલાવનાર 35 વોટ્સએપ ગ્રુપ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે આ ગ્રુપ્સ પર અગ્નિપથ સ્કીમને લઈને ભ્રામક મેસેજ ફેલાવવામાં આવી રહ્યાં હતા. જો કે આ ગ્રુપ્સના એડમિન પર શું એક્શન લેવાયા છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ એક્શન ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યા છે.

વોટ્સએપથી ફેલાવવામાં આવી રહ્યા છે ફેક ન્યૂઝ
ગૃહ મંત્રાલયે કહ્યું કે કેન્દ્રએ વોટ્સએપ ફેક્ટ-ચેકિંગ માટે 8799711259 નંબર પણ જાહેર કર્યો છે. બિહાર જેવા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન માટે ભીડ એકઠી કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસકરીને વોટ્સએપનો ઉપયોગ કરવાના સમાચારો વચ્ચે આ કાર્યવાહી થઇ છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રેનના ડબ્બાને આગ ચાંપવાની ઘટનાઓ પણ સામે આવી છે.

બિહાર અને તેલંગનામાં કોચિંગ સંસ્થા વિરૂદ્ધ કાર્યવાહી
બિહાર અને તેલંગાનામાં હિંસાની પાછળ કોચિંગ સંસ્થાની ભૂમિકા સામે આવી છે. બિહારમાં 3 કોચિંગ સંસ્થાઓ અને તેલંગાનામાં એક સામે FIR થઈ છે. તેલંગાનામાં એક કોચિંગ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સંચાલક જ હિંસાની પાછળનો માસ્ટરમાઈન્ડ હતો.

પટનાના લગભગ તારેગના સ્ટેશન પર થયેલા ઉપદ્રવ પછી મસૌઢીના અંચલાધિકારીના નિવેદન પર મસૌઢી પોલીસ સ્ટેશનમાં એક FIR થઈ છે. જેમાં ત્રણ કોચિંગ પેરેડાઈઝ, આદર્શ, બીડીએસના સંચાલક સહિત 70 નામજોગ અને 500 અજ્ઞાત સામેલ છે. મસૌઢી ASP મુજબ ઉપદ્રવીઓને પકડવા માટે રાત્રે અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવશે.

તેલંગાણા કોચિંગ સેન્ટરના માલિકની ધરપકડ
તેલંગાણા પોલીસે આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લાના નરસરાવપેટ શહેરમાં એક કોચિંગ સંસ્થાના માલિકને કથિત રીતે અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનોને ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા કોચિંગ સંસ્થાના માલિક અવુલા સુબ્બા રાવ પર હકીમપેટ આર્મી નામ સોલ્જર્સ નામથી એક વોટ્સએપ ગ્રુપ બનાવવાનો આરોપ છે, જેમાં સેનાના હજારો ઉમેદવારો સામેલ છે, આ ગ્રુપ પર તેના કથિત રીતે તમા સભ્યોને મેસેજ મોકલી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું હતું.

યોજના પરત લેવામાં નહીં આવેઃ કેન્દ્ર સરકાર
વિરોધ વચ્ચે કેન્દ્રએ સ્પષ્ટ કરી દીધું કે ચાર વર્ષના કાર્યકાળ માટે સશસ્ત્ર બળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાને પરત લેવામાં નહી આવે. તોડફોડ અને આગચંપીના મુદ્દે રક્ષા મંત્રાલયે કહ્યું કે હિંસક પ્રદર્શન કરનારાઓની ભરતી કરવામાં નહી આવે. ઉમેદવારોને એક લેખિત શપથ આપવી પડશે કે તેમણે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો નથી. પ્રતિજ્ઞાનું વેરિફિકેશન પોલીસ કરશે.

Back to top button