કચ્છમાં વાવાઝોડાના દિવસે જ 34 બાળકોનો જન્મ!
કચ્છના જખૌ પોર્ટ નજીક વાવાઝોડું ટકરાતા વાતાવરણે જેમ રૌંદ રૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે. કચ્છમાં અતિ ભારે વરસાદના સ્વરુપે ઠેર-ઠેર જગ્યાએ નુકસાન થયું છે. વાવાઝોડાના લીધે કચ્છના લોકોને ભારે નુકસાન ભોગવું પડ્યું છે. લોકોના ધરોમાં વાવાઝોડાના લીધે 2 દિવસથી લાઈટ બંધ છે, અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે, લોકોના ઘરના પતરા ઉડી ગયા છે, ઘરની દીવાલો પડી ગઈ છે. સાથે જ બિપોરજોય વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા અનેક વીજપોલ ધરાશાયી થયા છે. તેજ પવન અને ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થતાં અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.
કચ્છમાં વાવાઝોડાની આવી ગંભીર સ્થિતિમાં 24 કલાકમાં 34 પ્રસૂતાઓની પ્રસૂતિ સફળ ડિલિવરી કરાવાઈ છે.પ્રસૂતાઓને અસરકારક સારવાર મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા કરાયેલુ આગોતરું આયોજન સફળ થયું છે.
આ તાલુકામાં 34 બાળકોની પ્રસૂતા
આ 34 બાળકોની પ્રસૂતા કચ્છના અલગ-અલગ તાલુકામાં કરાઈ છે. અંજાર તાલુકામાં 6, અબડાસા તાલુકામાં 3, મુન્દ્રામાં 2, માંડવી તાલુકામાં 5, ગાંધીધામ તાલુકામાં 2, ભચાઉ તાલુકામાં 9, લખપત તાલુકામાં 7 બાળકોનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા પ્રસુતાઓની સુરક્ષા અને સલામતી હેતુ તારીખ 11 થી 15 સગર્ભા સ્ત્રીઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. ગઈકાલ સુધી 382 સગર્ભા મહિલાઓની સફળતાપૂર્વક પ્રસુતિ થઈ ચૂકી છે.
જિલ્લા કલેકટરે આદેશ કર્યા મુજબ તમામ સગર્ભા માતાઓનું વન ટુ વન મેપિંગ કરવામાં આવ્યું હતું. જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ સગર્ભા માતાને સારવાર મળી શકે. આટલી કપરી સ્થિતિમાં તાલુકાઓમાં આરોગ્ય કર્મચારીઓની ફરજ નિષ્ઠાથી કામગીરી કરવામાં આવી છે.
આ પણ વાંચો:Kutch : BSFએ દરિયાકાંઠે આવેલા ટાપુ પરથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા