બનાસકાંઠા : બિનઅધિકૃત ગેરહાજર રહેનારા 33 શિક્ષકોને બરતરફ કરાયા
- જિલ્લાના શિક્ષણ વિભાગની કાર્યવાહી
બનાસકાંઠા 12 ઓગસ્ટ 2024 : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં રજા લીધા વગર ગેર હાજર રહેનારા 33 શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા હોવાનું જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતુ.
દાંતા તાલુકાની પાન્છા પ્રા. શાળાની શિક્ષિકા ભાવનાબેન પટેલ ચાલુ ફરજે વિદેશ ચાલ્યા ગયા હોવાની બાબત સામે આવી હતી. આ ઘટના ને લઈ શિક્ષણ વિભાગ સફાળુ જાગ્યું છે, અને બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં વિભાગે તપાસ શરૂ કરાવી છે. જોકે, તે અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં રજા લીધા વગર ગેર હાજર રહેનારા 33 શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા હોવાનું જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતુ.
જેમાં સ્નેહાબેન હસમુખભાઇ પટેલ (નોખા, દિયોદર), પ્રતિક્ષાબેન કિરીટભાઇ પટેલ (ધ્રાંડવ, દિયોદર), રચનાબેન રજનીકાંત મોઢ (ગોગાપુરા, લાખણી), સોનલબેન એમ. ઠાકોર (ગણતા, લાખણી), હિનાબેન રતીલાલ પટેલ (સરહદી વિકાસ આર્દશ, સૂઇગામ), હેતલબેન ઘનશ્યામભાઇ દરજી (સાતસણ, દાંતીવાડા), કાજલબેન અમૃતલાલ પટેલ ( નવાનેસડાપરા, ડીસા), આશાબેન દેવચંદભાઇ મહેસુરીયા ( શેરગંજ, ડીસા), હેમાંગીબેન કુબેરભાઇ પરમાર (આશિયા, ધાનેરા), અમિતભાઇ ગોવિંદભાઇ બારોટ (ભાટરામ, ધાનેરા), રવિનાબેન મનોજભાઇ પટેલ (એટા, ધાનેરા), મેઘનાબેન જેઠાલાલ કોટક (આનંદપુરા, કાંકરેજ), સંગીતાબેન જગદીશભાઇ બારોટ (તાંણા, કાંકરેજ), નિલોફરબેન હસનઅલ અધારીયા (કાણોદર- 2, પાલનપુર), મીનાબેન ગોવિંદભાઇ પટેલ (ઝેંટા, થરાદ), ધમિષ્ઠાબેન બી. ચૌધરી (હરદેવપુરી ગોળીયા (આસોદર), થરાદ), રોહિતભાઇ પસાભાઇ પટેલ (ભાડકીયાલ પ્રા. શાળા, લાખણી), આશાબેન કનુભાઇ પટેલ (પાલડી, દિયોદર), પ્રાર્થનાબેન ગોવિંદભાઇ પરીખ (પીરોજપુરા (ટાં), પાલનપુર), પ્રકાશકુમાર ડાહ્યાલાલ પટેલ (ધુડાનગર (કા), કાંકરેજ), પુજાબેન પ્રવિણભાઇ પટેલ (ગાંગુણ, ભાભર), કોમલબેન ગિરીશભાઇ પંચાલ (મમાણા, સૂઇગામ), ખુશ્બુબેન નિર્મલકુમારી કોકલાણી (કોતરવાડા, દિયોદર), રીનીબેન બિપીનચંદ ચાવડા (ભાંજણા, ધાનેરા), ભારતીબેન બાબુલાલ રાવલ (રામનગર, દાંતીવાડા), શિતલબેન અહમદહુસેન અમી (ભાગળ (જ), પાલનપુર), શૈલેષકુમાર શંકરલાલ રાવળ (બોડાલ, ડીસા), વિરલ દ્વારકેશભાઇ પટેલ (ઘોડાસર, થરાદ), નિલમબેન નરેશકુમાર દરજ (વાવ – 1, વાવ), કોમલબેન હસમુખભાઇ પટેલ (ખોડલા, કાંકરેજ), પ્રકાશકુમાર જીવાભાઇ પારેખ (સુજાણપુરા, કાંકરેજ), સરસ્વતીબેન રમેશભાઇ પટેલ (રમુણ, ડીસા), દર્શનભાઇ અંબાલાલ પટેલ (ઉચપા, વાવ)ને બરતરફ કરાયા છે. જેને લઈને શિક્ષક આલમમાં હડકમ મચી ગયો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા જુના ડીસા વચ્ચે સ્વિફ્ટ કારે બાઇકને ટક્કર મારતા માતા – પુત્રને ઇજા