આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ટ્રમ્પ તંત્ર દ્વારા અમેરિકામાં ગેરકાયદે રહેતા 32000 લોકોની ધરપકડ

વોશિંગ્ટન, 14 માર્ચઃ અમેરિકાના નવનિયુક્ત ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ગેરકાયદે રહેતા લોકોને સ્વદેશ પાછા મોકલવાની ઝૂંબેશને વધુ કડક બનાવી છે. મળતા અહેવાલ અનુસાર અમેરિકામાં છેલ્લા 50 દવસમાં 32000 લોકોની ધરપકડ કરી છે તેની સાથે જાન્યુઆરી 2025 સુધીમાં આશરે 1 કરોડથી વધુ લોકો માન્ય દસ્તાવેજ વિના રહેતા હોવાનો ખુલાસો થયો છે.

21 જા્યુઆરીથી અત્યાર સુધીમાં 32000ની ધરપકડ

ટ્રમ્પે પ્રમુખના સોગંદ લીધાના  એક દિવસ બાદ એટલે કે 21 જાન્યુઆરીથી ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે દેશમાં ગેરકાયદે રહેતા 32,000થી વધુ ઈમિગ્રન્ટની ધરપકડ કરી છે. આઈસીઈ દ્વારા કરવામાં આવેલી મોટા પાયે ધરપકડો ‘ક્રિમિનલ એલિયન પ્રોગ્રામ’ અને ‘287g’ નામના કાર્યક્રમ હેઠળ કરાઈ છે. ઈમિગ્રેશન અધિકારીઓએ 50 દિવસમાં 14000થી વધુ દોષિત ગુનેગારો, 9800 સ્થળાંતર કરનારાઓ (ગુનાહિત આરોપો બાકી), 1155 શંકાસ્પદ ગેંગ સભ્યો, 44 વિદેશી ભાગેડુઓની ધરપકડ કરી છે એમ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ICE)ના અધિકારીઓના જણાવ્યા હતુ..

જાન્યુઆરી 2025 સુધીમાં આટલા ગેરકાયદે

PEW રિસર્ચ સેન્ટર અને માઈગ્રેશન પોલિસી વેબસાઈટના ડેટા મુજબ, જાન્યુઆરી 2025 સુધીમાં અમેરિકામાં દસ્તાવેજ વગરના અંદાજે 11 મિલિયન (1 કરોડ 10 લાખ) ઈમિગ્રન્ટ્સ હોવાનો ખુલાસો થયો છે. ગેરકાયદે રહેનારા લોકોની સંખ્યાનો અંદાજ કુલ વસ્તીના આશરે 3.2% – 3.6% છે, જે સંખ્યા બદલાતી રહી છે, જોકે આ આંકડાને કુલ વસ્તીનો નોંધપાત્ર ભાગ કહી શકાય છે.

PEW રિસર્ચ સેન્ટર અનુસાર, 2022માં યુનાઇટેડ સ્ટેટ્સમાં અનધિકૃત ઈમિગ્રન્ટ વસ્તી વધીને 1.10 કરોડ પર પહોંચી ગઈ હતી. 2007માં ગેરકાયદે રહેનારાઓની સંખ્યા 12.2 મિલિયને પહોંચી ગઈ હતી. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમેરિકાએ 2009થી 2024ની વચ્ચે આશરે 16,000 ભારતીયોનો દેશનિકાલ કર્યો હતો. નોંધનીય છે કે યુએસના પૂર્વ પ્રમુખ ઓબાના કાર્યકાળમાં 750 ભારતીયોનો, ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં 1550 લોકોનો જ્યારે બાઈડે સરકારના કાર્યકાળમાં 900 લોકોનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2025 પહેલા BCCIનો મોટો નિર્ણય, આ વિદેશી ‘ચીટર’ ખેલાડી પર લગાવ્યો પ્રતિબંધ

Back to top button