Infosysને 32 હજાર કરોડ રૂપિયાની GST નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો
- કરચોરીનો આ મામલો જુલાઈ 2017થી 2021-2022 સુધીનો છે
નવી દિલ્હી, 01 ઓગસ્ટ: IT કંપની Infosys પર 32 હજાર કરોડ રૂપિયાની કરચોરીનો આરોપ લાગ્યો છે. જેના પર GST ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર જનરલે Infosysને નોટિસ જારી કરીને તેનો જવાબ માંગ્યો છે. કરચોરીનો આ મામલો જુલાઈ 2017થી 2021-2022 સુધીનો છે. આરોપ છે કે, આ સમયગાળા દરમિયાન ઇન્ફોસિસે તેની વિદેશી શાખાઓ પાસેથી સેવાઓ મેળવી હતી, પરંતુ તેના પર રૂ. 32,403 કરોડનો ટેક્સ ચૂકવ્યો ન હતો. ટેક્સ દસ્તાવેજમાં જણાવવામાં આવ્યુંછે કે ઇન્ફોસિસ, સેવાઓ પ્રાપ્તકર્તા તરીકે, સેવાઓની આયાત પર IGSTની ચુકવણી ન કરવા બદલ તપાસ હેઠળ છે.
ઈન્ફોસિસે આ આરોપો પર શું સ્પષ્ટતા આપી?
ઈન્ફોસિસે આ નોટિસને કારણ બતાવો પહેલાની નોટિસ ગણાવી છે અને કહ્યું છે કે, નિયમો અનુસાર આવા ખર્ચ પર GST લાગુ પડતો નથી. ઇન્ફોસિસે જણાવ્યું હતું કે, GST કાઉન્સિલની ભલામણો પર સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ દ્વારા જારી કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ, વિદેશી શાખાઓ દ્વારા ભારતીય એન્ટિટીને પૂરી પાડવામાં આવતી સેવાઓ GSTને આધીન નથી. GST ચુકવણી IT સેવાઓની નિકાસ સામે ક્રેડિટ અથવા રિફંડ માટે છે.
કંપનીએ કહ્યું કે, અમે અમારા તમામ GST લેણાં ચૂકવી દીધા છે અને આ મામલે કેન્દ્ર અને રાજ્યના નિયમોનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છીએ.
રિપોર્ટ અનુસાર, GST સત્તાવાળાઓ દ્વારા ઇન્ફોસિસને મોકલવામાં આવેલા ટેક્સ દસ્તાવેજમાં જણાવાયું છે કે કંપનીએ વિદેશી શાખાઓમાંથી મળેલી સેવાઓ પર ટેક્સ ચૂકવ્યો નથી, તેથી ઇન્ફોસિસને ભારતની બહાર સ્થિત શાખાઓમાંથી મળેલી સપ્લાય પર રિવર્સ ચાર્જનો સામનો કરવો પડી રહ્યો છે રૂ. 32,403 કરોડ મિકેનિઝમ હેઠળ ચૂકવવાના બાકી છે.
આ પણ જૂઓ: TikTokની પેરેન્ટ કંપની ByteDanceની ઓફિસમાં 60 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર