થરાદ, ધાનેરા અને રાધનપુર, થરાદ, સાંચોરને જોડતા બે માર્ગો પહોળા કરવા 32 કરોડ મંજૂર
- મુખ્યમંત્રીએ રકમની ફાળવણી મંજૂર કરતાં હવે 20.10 કિલોમીટરનો માર્ગ 7 મીટર પહોળો થશે
ગાંધીનગર, 22 ઓગસ્ટ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20.10 કિલોમીટરના માર્ગને ટુ-લેન બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.આ બે રસ્તાઓની પ્રવર્તમાન 3.75 મીટરની પહોળાઈને 7 મીટર કરીને તેને ટુ-લેન બનાવવાની જરૂરિયાતને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે.
મુખ્યમંત્રી સમક્ષ માર્ગ પહોળો કરવા માટે રજૂઆત થઈ હતી
બનાસકાંઠાના આ રસ્તાઓ થરાદ ધાનેરા તેમ જ રાધનપુર-થરાદ-સાંચોર-નેશનલ હાઈવેને જોડતા અતિ અગત્યના માર્ગો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રસ્તાઓના વિસ્તૃતીકરણ માટે વિધાનસભા અધ્યક્ષ અને બનાસકાંઠાના સંબંધિત જનપ્રતિનિધિઓ અને ગ્રામીણ નાગરિકોએ રજૂઆત કરી હતી.
અંદાજે 25 કિલોમીટરનો ટુ લેન રોડ ઉપલબ્ધ થશે
મુખ્યમંત્રીએ આ રજૂઆતોનો ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપતાં આ માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ રકમને પરિણામે હવે આ રસ્તાઓ 3.75 મીટરમાંથી 7 મીટર ટુ-લેન થવાથી બનાસકાંઠાના રાહથી રાજસ્થાન જવા માટે અંદાજે 25 કિલોમીટરનો ટુ લેન રોડ ઉપલબ્ધ થશે અને વાહનવ્યવહારને વધુ સરળતા થશે.
આ પણ વાંચોઃબનાસકાંઠા : આગથળા- ધુણસોલ- ધાનેરા રોડના વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગ કામ માટે રૂ. ૪૪.૫૬ કરોડની મંજૂરી