સુરતમાં H3N2ના લક્ષણો બાદ 31 વર્ષિય મહિલાનું મોત, આરોગ્ય તંત્ર એલર્ટ
સુરતના ડીંડોલી વિસ્તારમાં H3N2ના લક્ષણો બાદ 31 વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હોવાનું સામે આવ્યું છે. આ મહિલામાં H3N2ના લક્ષણો જેમ કે શરદી, ખાંસી અને કફ જેવા લક્ષણો દેખાયા બાદ તેનું મોત નિપજતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.
ડીંડોલીમાં H3N2ના લક્ષણો બાદ મહિલાનું મોત
રાજ્યમાં હજુ કોરોનાને કહેર ગયો નથી ત્યારે બીજું વાયરલ ઈન્ફેક્શન હવે લોકોની ચિંતા વધારી રહ્યું છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસના પેટા પ્રકાર H3N2ના કેસ સમગ્ર દેશમાં વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ આ વાયરસે પગપેસારો કરી દીધો છે. રાજ્યમાં H3N2ના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરતના ડીંડોલીમાં H3N2ના લક્ષણો બાદ 31 વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
પીએમ રિપોર્ટ આવ્યા બાદ હકીકત બહાર આવશે
સુરતમાં શરદી,ઉધરસ અને કફની તકલીફ બાદ એક પરિણીતાનું મોત નિપજ્યું છે આ મહિલનું H3N2ના લક્ષણો બાદ મોત થતા તંત્ર વધુ સતર્ક થઈ ગયુ છે. જો કે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ સમગ્ર હકીકત જાણવા મળશે.કે ખરેખર આ મહિલાના મોતનું કારણ H3N2 જ છે કે નહી. પરંતુ આ મહિલામાં H3N2 જેવા કેટલાક લક્ષણો જોવા મળ્યા હતા જેના કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે.
ગઈ કાલે ઋષિકેશ પટેલે આપી હતી માહિતી
મહત્વનું છે કે ગઈ કાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પુષ્ટિ કરી હતી કે રાજ્યમાં 10 માર્ચ 2023 સુધીમાં H1N1 ના 77 અને H3N2ના 3 કેસ નોંધાયા છે. અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એમ પણ જણાવ્યું કે H3N2થી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચો : ખાલિસ્તાની આતંકીઓની ગુજરાતીઓને ધમકીનો મામલો, મધ્યપ્રદેશથી બે આરોપીઓની ધરપકડ