31St પ૨ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : અમદાવાદમાં અહીં ભૂલથી પણ સાંજે વાહન લઈને ન નીકળતા
આજે 31Stની ઉજવણીને લઈને લોકોએ અનેક તૈયારીઓ કરી દીધી છે. ત્યારે આ ઉજવણીને લઈને કેટલીક જગ્યાએ દારુની મહેફિલ માણવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી હશે, ત્યારે પોલીસે પણ 31Stને લઈને તૈયારીઓ કરી દીધી છે. પોલીસ 31Stને લઈને એક્શન મોડમાં જોવા મળી રહી છે. જે અંતર્ગત પોલીસે સખ્ત બંદોબસ્ત કરી દીધો છે. સાથે જ અમદાવાદમાં કેટલાક રુટને ડાયવર્ટ કરવામા આવ્યા છે.
અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
આજે અનેક જગ્યાએ થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને લોકોએ પ્લાન બનાવ્યા હશે જેમાં કેટલાક લોકો દ્વારા દારુની મહેફિલ માણવાના પ્લાન બનાવતા હોય છે. ત્યારે આ મહેફિલ માણવા માણવા માટે દારુ મંગાવતા લોકો પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. જે અંતર્ગત આજે રાજ્યની આંતરરાજ્ય બોર્ડર પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી બહારથી દારુની હેરાફેરી થઈ શકે નહી. તો વળી અમદાવાદમાં પણ પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અને કેટલાક રૂટ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે. આજે થર્ટી ફર્સ્ટની ઉજવણીને કારણે લોકોની ભીડ એકઠી થવાને કારણે કેટલાક રુટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
સીજી રોડ પર વાહનોની અવર જવર પર રોક
અમદાવાદના કેટલાક એવા વિસ્તારો છે. જ્યા ન્યૂ યર સેલિબ્રેશન માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકે છે. ત્યારે આવા રુટને આજના દિવસ માટે સાંજે 6 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવશે . જેમાંનો એક સીજી રોડ અને સિંધુભવન રોડ છે. એસજી હાઈવે પર તથા સિંધુભવન રોડ નજીક મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરવા માટે આવે છે. જેને ધ્યાને રાખીને પંચવટી સર્કલથી સ્ટેડિયમ પાંચ રસ્તા સુધીના માર્ગને સાંજે 6 વાગ્યા પછી બંધ જ કરી દેવાયો છે. અહીંથી વાહનોની અવર જવર પર જ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
સર્વિસ રોડ પર બંદોબસ્તની સાથે પાર્કિંગ પર પ્રતિબંધ
આજે રાત્રે 8 વાગ્યાથી એસજી હાઈવેના પકવાન ચાર રસ્તાથી સાણંદ સર્કલ સુધી માર્ગમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આની સાથે જ આ વિસ્તારના સર્વિસ રોડ પર પાર્કિંગ કરવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સાથે જ વાહનોની ચેકિંગ સહિતની કડક તપાસ પણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : અમુલ ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો કર્યો વધારો