- મધ્યાહન ભોજન યોજનામાં નાયબ કલેક્ટરની જગ્યાઓ રદ
- જિલ્લા કક્ષાની 31 જગ્યાઓ રદ કરવાનો નિર્ણય
- મધ્યાહન ભોજન યોજનાની કામગીરી જિલ્લા પુરવઠા અધિકારીને સોંપાઈ
રાજ્યમાં આજથી મધ્યાહન ભોજન યોજના વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. 31 નાયબ કલેકટરોને ‘વેઇટિંગ ફોર પોસ્ટ’ જણાવી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વિભાગ પુરવઠા સાથે મર્જ કરી દેવાની હિલચાલ ચાલતી હતી જેના પગલે આજરોજ રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાની નાયબ કલેકટર (મધ્યાહન ભોજન યોજના)ની જગ્યાઓ રદ કરી મધ્યાહન ભોજનની કામગીરી હવેથી જિલ્લા પુરવઠા અધિકારીઓને સુપ્રત કરી દેવામાં આવી છે.
જિલ્લા પુરવઠા વિભાગને સોંપાઈ કામગીરી
અત્રે એ ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ઉપરોકત મધ્યાહન ભોજન વિભાગ પુરવઠાને સોંપી દેવાની બીજી તરફ પુરવઠા વિભાગના સ્ટાફ અને ડીએસઓને આજથી જ મધ્યાહન ભોજનની તમામ કામગીરી સોંપી દેવામાં આવશે. નવાઇની વાત તો એ છે કે, રાજ્યમાં 31 જેટલી મધ્યાહન ભોજનનાં નાયબ કલેકટરની જગ્યાઓ છે. તેઓને હાલ કોઇ જગ્યાએ નિમણૂંક આપવામાં આવી નથી. જો તેમને સમય જતાં નિમણૂંક નહીં અપાય તો આગામી મે મહિનાનો પગાર મળવો મુશ્કેલ બનશે.
મધ્યાહન ભોજન વિભાગના સ્ટાફનું શુ થશે તેવી ચર્ચા
રાજ્યના મહેસુલ વિભાગ અને અન્ન નાગરિક પુરવઠા તેમજ ગ્રાહકોની બાબતોના વિભાગોએ મંજૂરી આપી છે. જેથી આજથી મધ્યાહન ભોજનની તમામ કામગીરી પુરવઠા વિભાગ સંભાળશે, મધ્યાહન ભોજન વિભાગના સ્ટાફનું શું ? તે અંગે ચર્ચાઓ શરુ…
આ પણ વાંચો : અમરેલી ST વિભાગ દ્વારા વવિધ જગ્યાઓ માટે એપ્રેન્ટીસની ભરતી, જાણો વધુ વિગતો