ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ શહેર સહિત જિલ્લામાં 31 લોકો ગરમીથી લૂ લાગતા બેભાન થયા

Text To Speech
  • ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા
  • રાજકોટના ઔદ્યોગિક વિસ્તારમાં આવા બનાવનું પ્રમાણ વધ્યું
  • એક સપ્તાહમાં કુલ 79 લોકોને અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા

રાજકોટમાં બે દિવસમાં વધુ 31થી વધુ લોકોને લૂ લાગતા બેભાન થયા છે. જેમાં ચા-કોફી, તમાકુ-સિગરેટ, દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે. ઉનાળોનો પ્રારંભ થતા જ પારો 41 ડિગ્રીને આંબી ગયો છે. જેમાં એક સપ્તાહમાં કુલ 79 લોકોને અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગરમી વધતા ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય, અમદાવાદના 100 ટ્રાફિક સિગ્નલ બપોરે રહેશે બંધ 

રાજકોટના ઔદ્યોગિક વિસ્તારમાં આવા બનાવનું પ્રમાણ વધ્યું

રાજકોટ શહેર સહિત જિલ્લામાં વધુ 31 લોકોને ગરમી લાગતા મુર્છિત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આમ ગત સપ્તાહે ગરમી અને લૂ લાગવાથી 79 લોકો બેભાન થયા હતા. 108 એમ્બ્યુલન્સ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે શનિવાર રાજકોટમાં લૂ લાગવાથી 18 લોકો અને રવિવારે 13 લોકોને અસર થઈ હતી. ગરમીનો પારો ઉંચકાતા જ લોકોને છાતીમાં દુઃખાવો, ચક્કર આવવાના બનાવમાં વધારો થયો છે. ખાસ કરીને રાજકોટના ઔદ્યોગિક વિસ્તારમાં આવા બનાવનું પ્રમાણ વધ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત: સાળંગપુરમાં બિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે શરૂ

ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા

હવામાન વિભાગની યાદી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે. જે અનુસંધાને રાજકોટ જિલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. આવા સંજોગોમાં લૂ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે લૂ લાગવાના કેસો ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત બિમાર દર્દીઓ, શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે.

Back to top button