ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

છત્તીસગઢમાં સેના સાથે અથડામણમાં 31 નક્સલીઓ ઠાર, બે જવાન પણ શહિદ

Text To Speech

બીજાપુર, 9 ફેબ્રુઆરી : છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 31 નક્સલીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોના ચાર જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બે જવાનોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રવિવારે સવારે બીજાપુર અને નારાયણપુર સાથેની મહારાષ્ટ્ર સરહદ પર ઈન્દ્રાવતી નેશનલ પાર્ક વિસ્તારના જંગલમાં જ્યારે સુરક્ષા જવાનોની એક ટીમ નક્સલ વિરોધી કામગીરી કરી રહી હતી ત્યારે અથડામણ થઈ હતી. બસ્તર પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

બસ્તર પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધુ હોઈ શકે છે. એન્કાઉન્ટર સ્થળ પરથી ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. છત્તીસગઢમાં સુરક્ષા દળો સતત નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. ડીઆરજી બીજાપુર, એસટીએફ, સી-60ના જવાનો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

બીજાપુરમાં જ, 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ ગંગાલુર વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં 8 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. ગયા મહિને, 20-21 જાન્યુઆરીએ, છત્તીસગઢ અને ઓડિશાની સરહદ પર આવેલા ગારિયાબંદ જિલ્લાના જંગલોમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 16 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આમાં 90 લાખનું ઈનામ ધરાવનાર નક્સલવાદી ચલાપતિનો પણ સમાવેશ થાય છે.

બસ્તરના આઈજી સુંદરરાજ પીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે 1 ફેબ્રુઆરી 2025 સુધી રાજ્યમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં 50થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે. છત્તીસગઢ પોલીસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ભાજપની સરકાર બની ત્યારથી સુરક્ષા દળોએ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 219 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

મહત્વનું છે કે નવેમ્બર 2023માં છત્તીસગઢમાં બીજેપીની સરકાર બની હતી અને વિષ્ણુ દેવ સાંઈ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી રાજ્યમાં નક્સલ વિરોધી અભિયાને ખાસ્સું વેગ પકડ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માર્ચ 2026 સુધીમાં રાજ્યને નક્સલ મુક્ત બનાવવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો :- IGI એરપોર્ટ ઉપરથી ઝડપાયું રૂ.14.94 કરોડનું કોકેઈન, કેપ્સ્યુલ બનાવી હેરાફેરી કરવામાં આવતી હતી

Back to top button