ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગહેલ્થ
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 301 કેસ, સાજા થવાનો દર 98.99 ટકા
ગુજરાતમાં કોરોનાનું જોર વધતું જાય છે. જો કે ગઈકાલ કરતા આજે બે ઓછા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 301 કેસ નોંધાયા છે. તેમ છતાં સંક્રમણ ન વધે તે માટે સતર્ક રહેવું જરૂરી છે.
ક્યાં જિલ્લામાં કેટલા કેસ ?
આજે રાજ્યમાં 301 નવા કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદ જિલ્લામાં 115, રાજકોટ જિલ્લામાં 25, સુરત જિલ્લામાં 31, મોરબી 27, અમરેલી 12, મહેસાણા 4, વડોદરા જિલ્લામાં 42, સાબરકાંઠા 1, ગાંધીનગર જિલ્લામાં 22, વલસાડ 1, ભરૂચ 6, ભાવનગર જિલ્લામાં 1 કેસ નોંધાયો છે.
એક્ટિવ કેસ 1849, આજે 149 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11053 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1849 એક્ટિવ કેસ છે. 8 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1841 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા થઈ ગયો છે.