- અમદાવાદ RTO દ્વારા સમયાંતરે કાર્યવાહી કરાતી હોય છે
- વિવિધ પોલીસ સ્ટેશનની ભલામણોને પગલે RTO દ્વારા કાર્યવાહી
- આંતરરાજ્ય પોલીસ દ્વારા પણ અમદાવાદ RTOને ભલામણ
શહેરના બેજવાબદારીપૂર્વક વાહન ચલાવનાર લોકો સામે અમદાવાદ RTO દ્વારા સમયાંતરે કાર્યવાહી કરાતી હોય છે. વિવિધ પોલીસ સ્ટેશનની ભલામણોને પગલે RTO દ્વારા ગત વર્ષે 300 લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના વાહનચાલકોને ગરમીમાં મળી મોટી રાહત
આંતરરાજ્ય પોલીસ દ્વારા પણ અમદાવાદ RTOને ભલામણ
પરંતુ ચોંકાવનારી વિગતો એ સામે આવી છેકે, આંતરરાજ્ય પોલીસ દ્વારા પણ અમદાવાદ RTOને ભલામણ કરી છે. જેમાં સૌથી વધુ ભલામણ ગોવા પોલીસ દ્વારા લાઇસન્સ રદ કરવા માટેની આવી છે. ગોવા સહિત રાજસ્થાન ફરવા જતાં અમદાવાદીઓ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત ઓવરસ્પીડ વાહન હકારતાં હોવાથી પોલીસ કાર્યવાહી કરીને લાઇસન્સને રદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરે છે.
આ પણ વાંચો: ગુજરાત: GST પોર્ટલ અપડેટ ના થતાં વેપારીઓને ભારે હાલાકી
લાઈસન્સ રદ થયાના 6 મહિના સુધી નવા લાઈસન્સ માટે અરજીપાત્ર પણ રહેતાં નથી
જેથી લાઈસન્સ રદ થયાના 6 મહિના સુધી નવા લાઈસન્સ માટે અરજીપાત્ર પણ રહેતાં નથી. ચાલુ વર્ષે પણ અન્ય રાજ્ય સહિત અન્ય શહેરોમાં પણ નિયમનો ભંગ કરનારા 100થી વધુ લોકોના લાઇસન્સ રદ કરાશે. અમદાવાદના ઠેકાણા પર લાઇસન્સ ધરાવતાં 300 જેટલાં લોકોના ડ્રાઈવિંગ લાઇસન્સ સુભાષબ્રિજ RTO દ્વારા રદ કરાયા છે. જેઓ જોખમી વાહન હાંકતા હોય, બાઈક રેસિંગ કરતાં હોય તેમજ બેજવાબદારી પૂર્વક વાહનચલાવતાં લોકો સામે પોલીસ ફરિયાદ કરીને RTOમાં લાઇસન્સ રદ કરવાની પોલીસ ભલામણ કરતી હોય છે. જેથી RTO વાહનચાલકને નોટીસ ફટકારીને જવાબ રજૂ કરવા બોલાવામાં આવે છે અને જવાબ યોગ્ય ન હોય તો લાઇસન્સને રદ કરાય છે. RTOમાં અન્ય રાજ્યમાંથી પણ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવા માટેની ભલામણો આવે છે.