30 વર્ષથી સરકારી જમીન પર કરાયેલા દબાણ પર ફર્યું બુલડોઝર, મુખ્યમંત્રીએ લીધી મુલાકાત
દ્વારકામાં મેગા ડિમોલેશન કર્યા બાદ હવે અમદાવાદમાં પણ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દેવાયું હોય તેવું લાગી રહ્યું છે. આજે શહેરમાં થલતેજ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો મેળવીને કરેલા દબાણને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ ડિમોલેશનની કામગીરી મુખ્યમંત્રીના વિસ્તારમાં પણ હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ વિસ્તારમાં 1500થી વધુ ચો.મી. નું ગેરકાયદે બાંધકામ છેલ્લા 30 વર્ષથી થયેલું હતુ. જેના પર આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : આગામી 5 દિવસ અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી રહશે, આ બે દિવસ રેડ એલર્ટ જાહેર !
શહેરમાં આજે મામલતદાર અને પોલીસની હાજરીમાં થલતેજ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે ઉભા કરાયેલા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રીનો કાફલો પણ સીધો મેગા ડિમોલિશનની સાઈટ પર પહોંચ્યો હતો કારણ કે તેમના વિસ્તારમાં ગેરકાયદે દબાણોને તોડી પાડવામાં આવ્યા હતાં. ડિમોલેશનની કામગીરી દરમિયાન પોલીસ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ પણ સાઈટ પર પહોંચી ગયો હતો. અમદાવાદમાં પ્રાઇમ લોકેશન પર આવેલી જગ્યા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ મતવિસ્તારમાં આવતી હોવાથી આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે તેઓ જાતે હાજર રહ્યા હતા.