બાઝીગરના 30 વર્ષ અને કાજોલે શેર કરી તસવીરો તેમજ યાદો
- કાજોલે લખ્યું, ‘બાઝીગર 30 વર્ષ પૂરા કરે છે. આ સેટ પર ઘણું બધું પહેલીવાર હતું. મેં પહેલીવાર સરોજજી સાથે કામ કર્યું, પહેલીવાર હું શાહરૂખ ખાનને મળી. પહેલીવાર અનુ મલિકને મળી
કાજોલ, શાહરૂખ ખાન અને શિલ્પા શેટ્ટી સ્ટારર આઈકોનિક ફિલ્મ બાઝીગરને 30 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. ખાસ વાત એ છે કે બાઝીગર દિવાળીના તહેવારમાં 12 નવેમ્બર 1993ના રોજ રીલીઝ થઈ હતી અને ગઈકાલે દિવાળીના દિવસે તેને 30 વર્ષ પૂરા થયા છે. 4 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 32 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બાઝીગર કાજોલ અને શાહરૂખની બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક છે.
‘બાઝીગર’ના 30 વર્ષ પૂરા થવા પર, કાજોલે તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના કેટલાક જૂના ફોટા શેર કર્યા છે અને જણાવ્યું છે કે તેના સેટ પર ઘણું બધું પહેલીવાર હતું. કાજોલે લખ્યું, ‘બાઝીગર 30 વર્ષ પૂરા કરે છે. મેં પહેલીવાર સરોજજી સાથે કામ કર્યું, પહેલીવાર હું શાહરૂખ ખાનને મળી . પહેલીવાર અનુ મલિકને મળી.
View this post on Instagram
ઘણી બધી સારી યાદો અને…
કાજોલે પોસ્ટમાં આગળ લખ્યું, ‘જ્યારે મેં ફિલ્મ શરૂ કરી ત્યારે હું 17 વર્ષની હતી. અબ્બાસ ભાઈ અને મસ્તાન ભાઈએ ખરેખર મારી સાથે એક ફેવરિટ બાળક જેવો વ્યવહાર કર્યો હતો અને હું ઝેવિયર થોમસ, જોની લીવર, શિલ્પા શેટ્ટીને કેવી રીતે ભૂલી શકું. ઘણી બધી સારી યાદો અને ક્યારેય ન રોકી શકાય તેવું હાસ્ય. દરરોજ, દરેક ગીત અને સંવાદ મારા ચહેરા પર એક બિગ સ્માઈલ લાવે છે.
ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકી છે કાજોલ-શાહરુખની જોડી
બાઝીગરને અબ્બાસ-મસ્તાને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મથી શિલ્પા શેટ્ટીએ પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મમાં જોની લીવર અને દલિપ તાહિલની પણ મહત્વની ભૂમિકા હતી. આ ફિલ્મમાં કાજોલ અને શાહરૂખની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેએ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (1995), ‘કરણ અર્જુન’ (1995), ‘કુછ કુછ હોતા હૈ’ (1998), ‘કભી ખુશી કભી ગમ’ (2001), ‘કભી ખુશી કભી ગમ’ (2001) સહિત ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. માય નેમ ઈઝ ખાન’ (2010) અને ‘દિલવાલે’ (2015)માં સાથે કામ કર્યું હતું.
આ પણ વાંચોઃ ‘સૈમ બહાદુર’નું પહેલું ગીત ‘બઢતે ચલો’ રિલીઝ, નસ-નસમાં દેશભક્તિની ભાવના દોડશે