અમદાવાદમાં ટામેટાના ભાવ બાદ ડુંગળીના ભાવમાં 30થી 50 ટકાનો વધારો
- નાસિક જિલ્લામાંથી દરરોજ 100 કન્ટેનર ભરી ડુંગળીની નિકાસ
- 25મી મેના રોજ ડુંગળીનો કિલો દીઠ ભાવ રૂ.17 હતો
- ભાવ વધારાનું મુખ્ય કારણ માંગ અને પુરવઠા વચ્ચે સર્જાયેલી અસમાનતા
અમદાવાદમાં ટામેટાના ભાવ બાદ ડુંગળીના ભાવમાં 30થી 50 ટકાનો વધારો થયો છે. જેમાં બકરી ઈદ પહેલા ઊંચી માંગથી ડુંગળીના ભાવ 14 દિવસમાં વધ્યા છે. ભાવ વધારાનું મુખ્ય કારણ માંગ અને પુરવઠા વચ્ચે સર્જાયેલી અસમાનતા છે. જૂનથી ખેડૂતો અને વિક્રેતાઓ પાસેના સંગ્રહિત જથ્થામાંથી ડુંગળી બજારમાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતના અલગ અલગ વિભાગોમાંથી કુલ 22 સરકારી કર્મીઓ લાંચ લેતા ઝડપાયા
નાસિક જિલ્લામાંથી દરરોજ સરેરાશ લગભગ 100 કન્ટેનર ભરી ડુંગળીની નિકાસ
એક્સપોર્ટ પ્રતિબંધ ઉઠાવ્યા બાદ નાસિક જિલ્લામાંથી દરરોજ100 કન્ટેનર ડુંગળીની નિકાસ થાય છે. ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ના તહેવાર પહેલા છેલ્લા પંદર દિવસમાં પુરવઠો ઘટતાં અને માંગ ઊંચી જતાં ડુંગળીના ભાવમાં 30 ટકાથી 50 ટકાનો ઉછાળો થયો છે. કેન્દ્ર સરકાર ભાવ નિયંત્રણ કરવાના પગલાંને હળવા બનાવી શકે છે, તેવી અપેક્ષાએ વિક્રેતાઓ પુરવઠાનો સંગ્રહ કરી રહ્યા છે, તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. સોમવારે નાસિકના લાસલગાંવ ખાતે ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ કિલો દીઠ રૂ.26 હતા. 25મી મેના રોજ ડુંગળીનો કિલો દીઠ ભાવ રૂ.17 હતો.
જૂનથી બજારમાં ડુંગળી ખેડૂતો અને વિક્રેતાઓ પાસે સંગ્રહિત જથ્થામાંથી આવી રહી છે
સમગ્ર મહારાષ્ટ્રના થોકબંધ બજારોમાં સારી ગુણવત્તાની ડુંગળીનો કિલો દીઠ ભાવ રૂ.30 હતો. જો કે વેચાણ અર્થે મૂકાયેલા ડુંગળીના કુલ જથ્થામાં આવી ડુંગળીનો પુરવઠો ઘણો ઓછો હતો. તાજેતરના ભાવ વધારાનું મુખ્ય કારણ માંગ અને પુરવઠા વચ્ચે સર્જાયેલી અસમાનતા છે. જૂનથી બજારમાં ડુંગળી ખેડૂતો અને વિક્રેતાઓ પાસે સંગ્રહિત જથ્થામાંથી આવી રહી છે. હાલ ખેડૂતો પોતાના ડુંગળીના જથ્થાને વેચવા માટે અચકાઈ રહ્યા છે, કેમ કે, તેઓ એવી ધારણા કરી રહ્યા છે કે, વર્ષ 2023-24ના રવિ પાકમાં ઘટાડો થશે ત્યારે ભાવમાં ઉછાળો આવશે. ઉપરાંત કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કર્યા બાદ શ્રીલંકા, બાંગ્લાદેશ, મલેશિયા અને અન્ય દેશોમાં ઓનિયન એક્સપોર્ટ ફરી શરૂ થયું છે. એક્સપોર્ટ પ્રતિબંધ ઉઠાવ્યા બાદ નાસિક જિલ્લામાંથી દરરોજ સરેરાશ લગભગ 100 કન્ટેનર ભરી ડુંગળીની નિકાસ થઈ રહી છે.