અમદાવાદ એરપોર્ટથી જતી આવતી 30 ફ્લાઈટ મોડી પડી
- મુંબઈથી આવતી જતી ફ્લાઈટ રદ્દ કરવામાં આવી
- ઈન્દોર, ચેન્નઈ જતી ફ્લાઈટના સમય ખોરવાયા
- ઈન્ડિગોની જયપુર જતી ફ્લાઇટ રદ્દ થઈ
અમદાવાદ એરપોર્ટથી જતી આવતી 30 ફ્લાઈટ મોડી પડી છે. જેમાં અમદાવાદમાં ખરાબ વાતાવરણના કારણે હવાઈ સેવાને અસર થઇ છે. તેમાં જયપુર જતી, મુંબઈથી આવતી જતી ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. તેમજ મુંબઈની ફ્લાઇટને લેન્ડિંગ પરમિશન ન મળી તથા લેન્ડિંગ પરમિશન ન મળતા હવામાં ચક્કર મારવા પડ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો, જાણો કેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા
ઈન્દોર, ચેન્નઈ જતી ફ્લાઈટના સમય ખોરવાયા
ઈન્દોર, ચેન્નઈ જતી ફ્લાઈટના સમય ખોરવાયા છે. ખરાબ વાતાવરણના કારણે હવાઈ મુસાફરીને અસર થઇ છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી જતી આવતી 30 ફ્લાઈટો ડિલે થઈ છે. તેમાં ઈન્ડિગોની જયપુર જતી ફ્લાઇટ રદ્દ થઈ છે. તેમજ મુંબઈથી આવતી જતી ફ્લાઈટ પણ રદ્દ થઈ છે. મુંબઈથી આવતી ફ્લાઇટને લેન્ડિંગ પરમિશન ન મળતા હવામાં ચક્કર મારવા પડ્યા હતા. જેમાં અમદાવાદ એરપોર્ટ પર 18થી વધુ ફ્લાઇટો અઢી કલાક ડિલે ચાલી રહી હતી. તેથી અમદાવાદથી મુંબઈ, બેંગ્લુરુ, દિલ્હી, ગોવા, ઈન્દોર, ચેન્નઈ જતી ફ્લાઈટના સમય ખોરવાયા છે.
મુંબઈથી આવતી જતી ફ્લાઈટ રદ્દ કરવામાં આવી
ખરાબ વાતાવરણના કારણે હવાઈ સેવાને અસર થઇ છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી જતી આવતી 30 ફ્લાઈટ મોડી પડી છે. તેમાં જયપુર જતી, મુંબઈથી આવતી જતી ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. મુંબઈની ફ્લાઇટને લેન્ડિંગ પરમિશન ન મળી તથા લેન્ડિંગ પરમિશન ન મળતા હવામાં ચક્કર મારવા પડ્યા છે. તેમજ બેંગ્લુરુ, દિલ્હી, ગોવાની ફ્લાઈટના સમય ખોરવાયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળશે. જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડમાં ઓરેન્જ એલર્ટ છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થશે તેવી શક્યતાઓ જણાઇ છે. જેમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.