લંબાઈ 30 ફુટ, રંગ ઘઉંવર્ણો: મેરઠમાં ગુમ થયેલા અજગરને શોધવા પોસ્ટર લગાવ્યા, શોધી આપનારને આ ઈનામ મળશે


મેરઠ, 15 ફેબ્રુઆરી 2025: મેરઠના જાગૃતિ વિહારમાં અજગર દેખાયા બાદ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે. વન વિભાગ પર સમયસર કાર્યવાહી નહીં કરવાનો આરોપ લગાવતા આ વિસ્તારના લોકોએ ગુમ થયેલા અજગર માટે પોસ્ટર લગાવ્યા છે. જેમાં અજગર વિશે જાણકારી આપનારાઓને 1100 રુપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. તો વળી વન વિભાગનું કહેવું છે કે, અત્યાર સુધીમાં બે નાના અજગરનું રેસ્ક્યૂ કર્યું છે. પણ મોટો અજગર હોવાના કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મેરઠની જાગૃતિ વિસ્તારના કીર્તિ પેલેસમાં ગુમ અજગરને શોધવા માટે પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટર પર લખ્યું છે કે અજગરની લંબાઈ 30 ફુટ, રંગ ઘઉંવર્ણો, જાગૃતિ વિહાર સેક્ટર 2 વીજળી ઘર નાળા પાસે, અજગર્ની સૂચના આપનારા શખ્સને 1100 રુપિયાનું ઈનામ આપવામાં આવશે. હકીકતમાં જોઈએ તો, આ પોસ્ટર લગાવતાની સાથે જ વન વિભાગ પર લાપરવાહીનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે, આ વિસ્તારમાં 5-6 દિવસ પહેલા બે અજગર દેખાયા હતા. પણ એક મોટો અજગર છે અને એક નાનો.
તેની સૂચના વન વિભાગની ટીમને આપી હતી, પણ ટીમ મોડી આવી. ત્યાં સુધીમાં મોટો અજગર ગુમ થઈ ગયો છે. વન વિભાગની ટીમે નાના અજગરને તો પકડી લીધો, તેના બે દિવસ બાદ એક અન્ય નાનું બચ્ચું દેખાયું. જેની જાણ વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નાના અજગરને પકડી લીધો, પણ આરોપ છે કે, મોટો અજગરને હજુ સુધી પકડી શક્યા નથી. લોકોનું કહેવું છે કે મોટો અજગર ગુમ થતાં લોકોમાં ડરનો માહોલ છે.
વન વિભાગની લાપરવાહીના કારણે આ વિસ્તારના લોકોએ ગુમ થયેલા અજગરને શોધવા માટે તેના વિશે જાણકારી આપનારાને 1100 રુપિયાનું રોકડું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: મહાઓફર: 151 પાણીપુરી ખાશો તો 21 હજારનું ઈનામ મળશે,આટલા રુપિયા ભરો તો આખું વર્ષ ફ્રીમાં ખાઈ શકશો