ગુજરાત

CBSE બોર્ડના નામ અને લોગો સાથે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા X પર 30 બોગસ એકાઉન્ટ

Text To Speech
  • સોશિયલ મીડિયામાં ખુલતા આવા બોગસ એકાઉન્ટ્સ સામે બોર્ડ દ્વારા કાર્યવાહી
  • CBSE બોર્ડના નામ અને લોગોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા
  • X પરના 30 બોગસ એકાઉન્ટ જાહેર કરી વિદ્યાર્થીઓને બોર્ડે ચેતવ્યા

વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા CBSEના નામે ટ્વિટર પર 30 બોગસ એકાઉન્ટ્ છે. જેમાં CBSEએ સોશિયલ મીડિયાના બોગસ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી છે. X પરના 30 બોગસ એકાઉન્ટ જાહેર કરી વિદ્યાર્થીઓને બોર્ડે ચેતવ્યા છે. તેમજ આ સાથે બોર્ડ દ્વારા એડવાઈઝરી પણ જાહેર કરી છે.

આ પણ વાંચો: ગુજરાતની મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો 

સોશિયલ મીડિયામાં ખુલતા આવા બોગસ એકાઉન્ટ્સ સામે બોર્ડ દ્વારા કાર્યવાહી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના નામે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા ટ્વિટર પર 30 જેટલા બોગસ એકાઉન્ટ્સ બન્યાં હોવાનું સીબીએસઈ દ્વારા જ જાહેર કરવામાં આવ્યું છે. X પરના 30 બોગસ એકાઉન્ટ્સની યાદી જાહેર કરી વિદ્યાર્થીઓને સાવધાન રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ખુલતા આવા બોગસ એકાઉન્ટ્સ સામે બોર્ડ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના સહિતની માગણીઓ સંદર્ભે આંદોલનાત્મક કાર્યક્રમો

સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી

CBSE બોર્ડના નામ અને લોગોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાની માહિતી CBSEને મળતા હવે તેમણે આવા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સાથે બોર્ડ દ્વારા એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં જનતાને આ મુદ્દે સાવધાન કરતા જણાવાયું હતું કે, CBSEને લગતી ચકાસાયેલી અને અધિકૃત માહિતી માટે માત્ર CBSEના અધિકૃત X હેન્ડલને અનુસરવાની સલાહ આપવામાં આવે છે. CBSEના નામ અને લોગોનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફેર્મ્સ પર કોઈપણ શૈલીમાં અને જાહેર જનતા દ્વારા ઍક્સેસ કરાયેલા કોઈપણ અન્ય સ્ત્રોત દ્વારા આપવામાં આવેલી કોઈપણ માહિતી માટે CBSE હવેથી જવાબદાર રહેશે નહીં.

Back to top button