ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

પતંગમાં ફસાઈને 30 સેકન્ડ સુધી હવામાં ઉડતી રહી 3 વર્ષની બાળકી, વીડિયો જોતા જ થઈ જશે રુવાડા ઊભા

  • ઈન્ટરનેટ પર આ દિવસોમાં ત્રણ વર્ષની બાળકીનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી તમારો પણ શ્વાસ થોડીવાર માટે થંભી જશે

HD ન્યૂઝ ડેસ્ક, 1 જુલાઈ: જો નાના બાળકો પર ધ્યાન આપવામાં ના આવે તો તેઓ ગમે ત્યારે કોઈને કોઈ સમસ્યા ઉભી કરી જ દેતા હોય છે. તેથી નાના બાળકોને સાચવવાનું કામ ખૂબ જ જવાબદારીથી ભરેલું કામ છે. જો તમારા ઘરે પણ નાના બાળકો હશે તો તમને પણ ખબર જ હથે કે થો તેમનું ધ્યાન ન રાખવામાં આવે તો ગમે ત્યારે દુર્ધટના બની જાય છે. જો કે ઘણી વખત આવી કેટલીક નાની-મોટી ઘટનાઓનો આઘાત બાળકો અને માતા-પિતા સાથે જીવનભર રહે છે. આ દિવસોમાં ત્રણ વર્ષની બાળકીનો આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી તમારા પણ શ્વાસ થોડીવાર માટે બંધ થઈ જશે. બાળકી જીવલેણ અકસ્માતમાંથી સલામત રીતે બહાર આવી જાય છે, પરંતુ તેના માતા-પિતા અને છોકરી પોતે કદાચ આ ભયાનક ક્ષણને ક્યારેય ભૂલી શકશે નહીં.

હવામાં ઝૂલતી રહી બાળકી

વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે એક મોટા ખુલ્લા મેદાનમાં સેંકડો લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. કેટલાક લોકો એકસાથે ભગવા રંગનો વિશાળ પતંગ ઉડાડવાની તૈયારી કરી રહ્યા છે. આકાશમાં ઉડવા માટે પતંગ છોડતાની સાથે જ ત્રણ વર્ષની બાળકી પણ પતંગ સાથે હવામાં ઉડે છે. છોકરી લગભગ ત્રીસ સેકન્ડ સુધી પતંગ સાથે આકાશમાં ઉડતી રહે છે. આ દરમિયાન નીચે ઉભેલા કેટલાક લોકો બૂમો પાડવા લાગે છે, તો બીજી તરફ કેટલાક લોકો આ ઘટનાને પોતાના ફોનના કેમેરામાં કેદ કરતા જોવા મળે છે. સદનસીબે બાળકી 30 સેકન્ડ પછી સુરક્ષિત રીતે જમીન પર આવી જાય છે અને ત્યાં હાજર તમામ લોકો રાહતનો શ્વાસ લે છે.

અહીં વીડિયો જૂઓ:

પતંગ સાથે હવામાં ઉડતી યુવતીનો આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો nagiuscorporation નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 26.7 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોને 1.4 મિલિયન યુઝર્સ દ્વારા લાઈક કરવામાં આવ્યો છે અને 43 હજારથી વધુ અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ સાથે શેર કરવામાં આવ્યો છે.

વીડિયો બનાવનાર પર ભડક્યા યુઝર્સ

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે બાળકી પતંગમાં ફસાઈને આકાશમાં લટકી રહી છે ત્યારે કેટલાક લોકો તેને બચાવવાને બદલે વીડિયો બનાવી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં લોકો વીડિયો જોયા પછી વીડિયો બનાવનાર લોકો પર ગુસ્સે થયા છે. યુઝર્સ બાળકીને બચાવવાને બદલે વીડિયો બનાવનારની ટીકા કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો બાળકીની પૃથ્વી પર સુરક્ષિત વાપસી પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ બાળકીની સુરક્ષા માટે ભગવાનનો આભાર માન્યો છે.

આ પણ વાંચો: કેદારનાથમાં હિમસ્ખલન, બરફનો પર્વત થયો ધરાશાયી, જૂઓ વીડિયો

Back to top button